ગુજરાતબિઝનેસ

ઈન્ડિયન ઓઈલ કંપનીએ ગુજરાતના 35 CNG પંપ આ કારણે કર્યા બંધ

Text To Speech

ઇન્ડિયન ઓઇલ કંપનીએ ગુજરાતના 35 CNG પંપ બંધ કરી દીધા હોવાની માહિતી સામે આવી છે. FGPDA એ દાવો કર્યો છે કે ઈન્ડિયન ઓઈલ કંપનીએ આગોતરા નોટિસ આપ્યા વગર ગુજરાતના 35 CNG સ્ટેશનો બંધ કરી દીધા છે. જાણકારી મુજબ પેટ્રોલ ડીઝલનું વેચાણ 1 લાખથી નીચે થઈ રહ્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના 35 સીએનજી પંપ તાત્કાલિક અસરથી બંધ

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઈન્ડિયન ઓઈલ કંપની તરફથી ગુજરાત રાજ્યના 35 સીએનજી પંપ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. અને જે લોકોએ સીએનજી પંપ બંધ કર્યા છે તે લોકોએ અગાઉથી કોઈ નોટિસ કે જાણ કરેલ નથી. અને આજથી જ તેનો અમલ પણ કરી દેવામાં આવ્યો છે.

CNG પંપ ઈન્ડિયન ઓઈલ -humdekhengenews

પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને કર્યો વિરોધ

ઈન્ડિયન ઓઈને CNG પંપ બંધ કરતા ડીલરોએ વિરોધ નોંધાવ્યોછે. અને CNGનું વેચાણ કરતા પંપોના માલિકો આ બાબતે સરકારને રજૂઆત કરશે. અને ગુજરાત ફેડરેશન પેટ્રોલિયમ ડીલર સોમવારે આ બાબતે બેઠક પણ કરશે. 30 જાન્યુઆરીના રોજ સરકાર અને ઓઈલ કંપનીમાં રજુઆત કરવામાં આવશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને આ બાબતે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. અને જો તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યના તમામ CNG સ્ટેશનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જો 1 ફેબ્રુઆરી સુધીમાં ઈન્ડિયન ઓઈલ આ નિર્ણયને પાછો નહી લે તો પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનને અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

મહિને 1 લાખથી ઓછું વેચાણઇ કરતા પેટ્રોલ પંપ કરાયા બંધ

ઈન્ડિયન ઓઈલ કંપની તરફથી જે તે ગેસ કંપની જેમ કે ગુજરાત ગેસ, સાબરમતી ગેસ, અદાણી ગેસ આ બધી ગેસ કંપનીઓને આ 35 સીએનજી પંપોનું સપ્લાય બંધ કરી દેવાનું લખવામાં આવ્યું છે. અને તેની ડીલરને પણ જાણ કરવામાં આવી નથી. ગેસ બંધ કરવાનું કારણ પુછતા જણાવવામાં આવ્યું હતુ કે તમારા પેટ્રોલ પંપે પેટ્રોલ – ડિઝલનું વેચાણ મહિને 1 લાખથી ઓછું છે માટે આ પેટ્રોલ પંપને બંધ કરવામાં આવ્યા છે. અને હવે આ બાબતે બેંક ગેરંટી આપવી પડશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : પંચમહાલમાં પ્રથમવાર અફીણનું વાવેતર, ભંડોઈમાંથી અફીણના 1014 છોડ મળી આવતા ખળભળાટ

Back to top button