આવતીકાલે રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લા સિવાય ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા જુનિયર કલાર્ક વર્ગ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા કુલ 2 હજાર 995 કેન્દ્રો પર યોજાશે. પરીક્ષા સવારે 11.00 થી 12.00 કલાક દરમ્યાન યોજાશે. પરીક્ષામાં કુલ 9,53,723 ઉમેદવારો ધ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવી છે. પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ 2995 પરીક્ષા કેન્દ્રો તથા 31,794 વર્ગખંડો ખાતે યોજાશે.
આ પણ વાંચો : કોણ કરાવી રહ્યું છે ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર, માસ્ટર માઇન્ડ કોણ ?
તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા લાઈવ રેકોર્ડીંગ સહિત લગાવવામાં આવેલ છે. પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ-42 જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગરૂમ ખાતે હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. પરીક્ષામાં રાજયભરના તમામ જિલ્લાઓ ખાતે પરીક્ષાનું સંચાલન કરવા માટે 7500 જેટલા પોલીસકર્મીઓ સહિત આશરે 70,000 જેટલો સ્ટાફ રોકવામાં આવેલ છે.
આ પણ વાંચો : પંચમહાલમાં પ્રથમવાર અફીણનું વાવેતર, ભંડોઈમાંથી અફીણના 1014 છોડ મળી આવતા ખળભળાટ
પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લુ-ટુથ, ઇયર ફોન વિગેરે ઇલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અન્ય કોઈપણ પ્રકારનું સાહિત્ય કે બેગ લઇ જઈ શકશે નહીં. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્કેનીંગ જિલ્લા કક્ષાએથી જ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ હેઠળ કરવામાં આવશે અને સ્કેનીંગ કાર્ય પૂર્ણ થયા બાદ તુરંત મંડળની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાની OMR શીટ જોઈ શકશે અને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકશે.