પાલનપુર: ઉત્તર ગુજરાતની સૌથી વિશાળ સ્કેટિંગ સ્પર્ધા ડીસામાં યોજાઈ
પાલનપુર: ડીસામાં રમતગમત ક્ષેત્રે નામના ધરાવતી ડીસા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતમાંથી આ
સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓ આવ્યા હતા.
આ સ્પર્ધામાં કુલ 73 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી ડીસા સ્પોર્ટ ક્લબ દ્વારા ઉત્તર ગુજરાતની સૌથી વિશાળ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુનિયર કેજી, સિનિયર કેજી થી લઈને ધોરણ 12 સુધીના કુલ 73 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડીસા સ્પોર્ટ ક્લબ દ્વારા દરેક વિભાગના પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ડીસા સ્પોર્ટ ક્લબ દ્વારા વર્ષ દરમિયાન ક્રિકેટ ,બેડમિન્ટન, વોલીબોલ, સ્કેટિંગ, ટેનિસ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં મેચ નિહાળવા ઉમટી પડતાં હોય છે.
આ પણ વાંચો :મોરબીમાં ડ્રગ્સનું દૂષણ : LCB એ દરોડા પાડી 13.62 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો