ઘરના મંદિરમાં આ ચિહ્નો બનાવવાથી થશે જબરજસ્ત ફાયદા
ઘરની સૌથી પવિત્ર અને શુદ્ધ જગ્યા ઘરનું મંદિર હોય છે. ઘરના મંદિરમાં તમામ દેવી-દેવતા નિવાસ કરે છે. પુજા કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુ અનુસાર ઘરનું પુજા સ્થાન હંમેશા ઇશાન ખુણામાં હોવુ જોઇએ. ઇશાન કોણ દેવી-દેવતાઓની દિશા માનવામાં આવે છે. આ દિશામાંથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વાસ્તુમાં ઘરના પુજા સ્થળ પર ઓમ, સ્વસ્તિક, શ્રી વગેરે ધાર્મિક ચિહ્ન હોવાના ઘણા ફાયદા જણાવાયા છે. આ તમામ ચિહ્નોથી માતા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે. જીવનમાં પણ બધુ મંગળ રહે છે. જાણો કયા ચિહ્નથી શું ફાયદા થાય છે?
ઘરમાં ઓમનું નિશાન બનાવવાના ફાયદા
ઘરના પુજા સ્થળ પર કેસર કે ચંદનથી ॐનું ચિહ્ન બનાવવાથી પરિવારમાં એકાગ્રતા વધે છે. ॐના જાપથી સ્મરણશક્તિ વધે છે. આ સાથે તેના શુભ સંચારથી ઘર-પરિવારમાં ચાલી રહેલો તણાવ પણ દુર થાય છે. કેસર કે ચંદનથી બનાવેલા ॐથી સામાજિક અને પારિવારિક જીવનમાં ચાલતી સમસ્યાઓ દુર થાય છે અને જીવનમાં સફળતાના માર્ગો ખુલી જાય છે.
ઘરમાં સ્વસ્તિકનુ ચિહ્ન બનાવવાના ફાયદા
ઘરના પુજા સ્થળ અને મુખ્ય દ્વાર બંને પર હળદરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને ત્યાં નીચે શુભ લખો. વાસ્તુ અનુસાર આમ કરવાથી ઘરનો વાસ્તુ દોષ દુર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જ્યારે સ્વસ્તિકનુ ચિહ્ન બનાવો તો ધ્યાન રાખો કે તે 9 ઇંચ લાંબુ અને પહોળુ હોવુ જોઇએ. આ ચિહ્ન અશુભ પ્રભાવને રોકે છે અને મા લક્ષ્મીની કૃપા વરસે છે. તેનાથી કરિયરમાં સફળતાના યોગ બને છે.
ઘરમાં શ્રીનું ચિહ્ન બનાવવાના ફાયદા
શ્રીનું ચિહ્ન માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરના મંદિરમાં સિંદુર કે કેસરથી બનાવો. આ ચિહ્ન બનાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે. વાસ્તુ અનુસાર શ્રીનું ચિહ્ન બનાવવાથી ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી આવતી નથી. પારિવારિક સભ્યોમાં પ્રેમ રહે છે. પુજા સ્થળ પર શ્રીનું ચિહ્ન બનાવવાથી માત લક્ષ્મી સ્વયં અહીં નિવાસ કરે છે.
ઘરમાં પદ્મ ચિહ્ન બનાવવાના ફાયદા
ઘરના પુજા સ્થળ પર કેસર, ચંદન કે સિંદુરથી પદ્મ એટલે કે કમળ અથવા અષ્ટદળ કમળનું ચિહ્ન બનાવવું જોઇએ. આ ચિહ્ન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તે બનાવવાથી લક્ષ્મી નારાયણની કૃપા રહે છે. ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી. આ ચિહ્નથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના તણાવ પણ દુર થાય છે.
આ ચિહ્નો પણ ફાયદાકારક
ઘરના પુજા સ્થળ પર ગાયના પગલા કે લક્ષ્મીજીના પગલા બનાવવા પણ શુભ માનવામાં આવે છે. ગાયના પગલા બનાવવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા વરસે છે. જીવનમાં મંગળ જ મંગળ થાય છે. વેપાર ધંધો સારો ચાલે છે. ઘરના પુજા સ્થળ પર સિંદુરથી મંગળ કળશનું ચિહ્ન બનાવવાથી સકારાત્મક ઉર્જા બનેલી રહે છે. આ ચિહ્ન ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખે છે. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચોઃ ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી વરસશે લક્ષ્મીજીની કૃપાઃ જાણો અન્ય લાભ