ટોપ ન્યૂઝનેશનલ

ઝાંરખંડની હોસ્પિટલમાં ભીષણ આગ, ડોક્ટર દંપતી સહિત 5 લોકોના મોત

Text To Speech

ઝારખંડના ધનબાદના હઝરા સ્થિત ક્લિનિકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનામાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દંપતી સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ફાયર કાફલો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચા ગયો હતો. આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

હોસ્પિટલમાં અચાનક આગ લાગતા 5 લોકોના મોત

ઝારખંડના ધનબાદ સ્થિત એક ક્લિનિકમાં એકાએક ભીષણ આગ ભભૂકી હતી. આ ઘટનામાં ક્લિનિકમાં તૈનાત ડોક્ટર દંપતી સહિત 5 લોકોના મોત નિપજ્યા હોવાનું માહિતી સામે આવી છે. આગની આ ઘટના ઝારખંડના ધનબાદ શહેરના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ રોડ સ્થિત હાજરા ક્લિનિક અને હોસ્પિટલની છે.

ઝારખંડ આગ-humdekhengenews

પોલીસ અને ફાયર કાફલો ઘટના સ્થળે

ધનબાદ સ્થિત એક ક્લિનિકમાં એકાએક આગ લાગવાની ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાંચ ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. તો બીજી તરફ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ક્લિનિકમાં 25 થી વધુ દર્દીઓ પણ દાખલ હતા

મળતી માહિતી મુજબ આ ઘટના સમયે ડો.વિકાસ હઝરા અને હોસ્પિટલ સ્ટાફના અન્ય લોકો પોતપોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં વીજ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે સમગ્ર બિલ્ડીંગમાં ધુમાડો ભરાઈ ગયો હતો. આનાથી બધાને ગૂંગળામણ થઈ ગઈ. ઘટના સમયે ક્લિનિકમાં 25 થી વધુ દર્દીઓ પણ દાખલ હતા. ઘટનાની જાણ હોસ્પિટલના અન્ય કર્મચારીઓને થતાં જ તમામ દર્દીઓને બહાર કાઢીને અન્ય બિલ્ડીંગમાં તાકીદે ખસેડવામાં આવ્યા હતા. આનાથી તેઓનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો : બેંક યુનિયનોની બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ મોકૂફ

Back to top button