સમગ્ર ગુજરાતમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ સખત કાર્યવાહી થઈ રહી છે ત્યારે હવે તમામ લોકો કે જે વ્યાજખોરોથી હેરાન થઈ ગયા છે તેઓ ખૂલીને ધીમેધીમે બહાર આવી રહ્યા છે અને પોલીસને પોતાની વેદના કહી રહ્યા છે. પોલીસ પણ લોકોની મદદ કરી રહી છે અને વિવિધ રીતે લોકોમાં આ અંગે જાગૃત કરી રહી છે.
આ પણ વાંચો : માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ, સ્ટેટ મોનીટરીંગ સેલની વધુ એક પ્રશંસનીય કામગીરી!
વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકો માનસિક રીતે હેરાન થયા છે અને તેમના ત્રાસથી હવે પોલીસ સમક્ષ પોતાની આપવીતી જતાવી રહ્યા છે. પોલીસ પ્રશાસન ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. વ્યાજે રૂપિયા આપતા લોકો પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી એ સૌથી મોટો પ્રશ્ન છે અને તે અંગે કોઈ તપાસ નથી થઈ રહી.
આ પણ વાંચો : વ્યાજખોર સામે મેગા ડ્રાઈવ પણ ખુદ સાહેબ જ વ્યાજે પૈસા ફેરવાતા હોય તો?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં જ હજી પણ કરોડો રૂપિયા વ્યાજે આમથી તેમ ફરી રહ્યા છે અને આ તમામ રૂપિયા કાળું નાણું(બ્લૅકમની) છે જેની તપાસ થાય તો કેટલાય મોટા બિલાડા બહાર આવે તેમ છે જે અઢળક ઉંદર ખાઈને હાલ આરામ કરી રહ્યા છે. સૌથી વધુ કાળું નાણું જ આ વ્યાજખોરોનો રૂપિયાનો સ્ત્રોત છે. સૂત્રો દ્વારા મળતી વધુ માહિતી મુજબ મોટા અધિકારીઓથી લઈને નેતાઓના પૈસા આ વ્યાજખોરો બજારમાં ઊંચા વ્યાજે ફેરવી રહ્યા છે જેમાં 60:40 ના ભાવ પ્રમાણે નફો વહેચવામાં આવે છે, જો આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો કેટલાય મોટા માણસોના નામ આમાં ખૂલી શકે છે.
આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર અને બસ અથડાતા બે ના ઘટના સ્થળે મોત
હાલ થઈ રહેલી કાર્યવાહીમાં તો માત્ર સિપાહી જ પકડાયા છે પણ સેનાપતિ અને રાજા તો હજુ પણ રાજ્યમાં પોતાનું સામ્રાજ્ય બનાવીને બેઠા છે. તેમના પર કાર્યવાહી ક્યારે થશે તે પણ એક મોટો પ્રશ્ન છે.