મધ્ય ગુજરાત

માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ, સ્ટેટ મોનીટરીંગ સેલની વધુ એક પ્રશંસનીય કામગીરી!

Text To Speech

સ્ટેટ મોનીટરીંગ સેલ નો ચાર્જ જ્યારથી નિર્લિપ્ત રાઈએ સંભાળ્યો છે ત્યારથી ગુજરતમાં દારૂ અને જુગારના અડ્ડા પર તવાઈ કરી છે. ત્યારે હમણાં જ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પોલીસ કમિશનર ઓફિસથી માત્ર 4 કિલોમીટર દૂર એસએમસી એ રેડ કરીને માધુપુરા પોલીસની બેદરકારીને ખુલ્લી પાડી દીધી હતી.

આ પણ વાંચો : 30 કરોડના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના PI સસ્પેન્ડ, મોટા અધિકારી સામે ક્યારે થશે કાર્યવાહી ?
પોલીસ કર્મી સસ્પેન્ડ -humdekhengenewsમળતી માહિતી મુજબ અમદાવાદ પોલીસ પોલીસ કમિશનર ઓફિસથી માત્ર 4 કિલોમીટર દૂર દારૂ ભરેલો ટ્રક ખાલી થઈ રહ્યો હતો ત્યારે મધરાતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને રૂપિયા 25.52 લાખનો દારૂ ઝડપી પડ્યો હતો. માધુપુરા પોલીસ મથકની હદમાં આટલો મોટો દારૂનો જથ્થો પકડાતાં માધુપુરા પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી અને અનેક પ્રશ્નો પણ ઊભા થયા હતા.

 

ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર ઓફિસથી માત્ર 4 કિલોમીટરની હદમાંથી દારૂ ઝડપાતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ એક્શનમાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી PI, PSI અને D સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારે લોકોમાં પણ ચર્ચાએ જોર પકડયું હતું કે શું આટલી મોટી હેરફરી થતી હતી તો માધુપુરા પોલીસ ગાઢ નિંદ્રામાં હતી? હજુ હમણાં જ થોડા સમય અગાઉ ભરૂચ પોલીસમાં જાસૂસી કાંડમાં બે કોન્સ્ટેબલો બુટલેગરોને બાતમી આપતા ઝડપાયા હતા ત્યાજ અમદાવાદ માધુપુરા પોલીસ મથકની આવી બેદરકારી પણ અનેક સવાલો ઊભા કરી રહી છે ત્યારે આગામી કોઈ નક્કર પગલાં લેવાશે કે પછી બદલી અને સસ્પેન્શનથી જ બધુ ચાલી જશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.

પણ અહી એક વાત નોંધનીય છે કે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની કામગીરી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ પ્રશંસનીય છે તેમાં કોઈ બે મત નથી.

Back to top button