મધ્ય ગુજરાત

અમદાવાદ : નશાબંધી કચેરીના કર્મીઓ મોજમાં, અરજદારો પરેશાન

Text To Speech

અમદાવાદ શહેરની નશાબંધી અને આબકારી કચેરીમાં લાલિયાવાળી ચાલતી હોવાની વાત સામે આવી છે ત્યારે અરજદારો અમદાવાદની નશાબંધી કચેરીની કામગીરીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નશાબંધી કચેરીના રેઢિયાર ખાતાથી અરજદારો કંટાળી ગયા છે અને આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવાની વાત કેટલાક અરજદારો કરી રહ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસનું નવુ હથિયાર, હવે સંવેદનશીલ વિસ્તારોમાં સર્વેલન્સ બનશે આસાન
nashabandhi - Humdekhengenewsમળતી માહિતી મુજબ અમદાવાદ નશાબંધી અને આબકારી કચેરીના કર્મચારીઓ અરજદારો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતાં હોવાનું સામે આવ્યું છે. અરજદારો કોઈ પણ કામ અંગે કચેરીમાં ફોન કરે તો કચેરીમાં ફોનની રિંગ જ વાગતી હોય છે પણ ફોન ઉચકવાની તસતી બાબુઓથી લેવાતી ન હોવાનું સામે આવ્યું છે. કચેરીમાં કોઈ રજૂઆત લઈને અરજદાર જાય તો ઉદ્વત રીતે વાત કરવામાં આવતી હોય છે, તો ક્યારેક સરકારી બાબુઓ ક્યાંક ને ક્યાંક બજારમાં ફરતા રહે છે અને અરજદારોને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે.

આ પણ વાંચો : પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવવા ડી.જી.પી. કમેન્ડેશન ડીસ્ક ચંદ્રકથી નવાજાયા
nashabandhi - Humdekhengenewsનશાબંધી કચેરીની આવી વર્તણૂકથી અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને અમદાવાદ લાલદરવાજ ખાતેની કચેરીનો આખો સ્ટાફ બદલવાની માંગ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં કોઈ નિર્ણય અઅ બાબતે લેવામાં ન આવે તો નાશબંધી અને આબકારી અધિક્ષક આર.એસ.વસાવા ને પણ રજૂઆત કરવાની વાત અરજદારોએ કરી હતી.

 

Back to top button