સુરતના પાંડેસરા વિસ્તારમાં 28 વર્ષ પહેલા ગદ્દારી કરી હોવાના વહેમમાં તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી મિત્રની કરપીણ રીતે હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઇમે બ્રાન્ચ પોલીસે કેરળ રાજ્યમાંથી 28 વર્ષે ઝડપી પાંડ્યો છે. યુવાનીમાં હત્યા ક૨ના૨ આરોપી આધેડવયમાં પોલીસના હાથ લાગ્યો છે.
ગદ્દારી કરતો હોવાનો વહેમ રાખ્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની નાસતા ફરતા સ્કોડના માણસોને મળેલી બાતમીના આધારે 52 વર્ષિય આરોપી કૃષ્ણ રઘુનાથ પ્રધાનને ઝડપી પાડ્યો હતો, સને-1995ની સાલમાં પકડાયેલ આરોપી અને તેના સાગરીત અન્ય સહ આરોપી સુરત શહેરના પાંડેસરા સ્થિત સિધ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા હતા અને કારખાનામા મજુરી કામ કરતા હતા. ત્યારે મિત્ર શીવરામ ઉદય નાયક તેમની સાથે ગદ્દારી કરતો હોવાનો વહેમ રાખી તા.04-03-1995 ના રોજ રાત્રીના નવેક વાગ્યે શીવરામ ઉદય નાયકને
તેના ઘરેથી વાત કરવાના બહાને બહાર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તલવાર તથા ચાકુથી તેના પેટમા, છાતીમાં ઘા મારી કરપીણ રીતે હત્યા કરી હતી.
23 વર્ષનો હત્યારો આજે 52 વર્ષનો થયો
તેમજ લાશને ગૌતમ નગર નહેરમાં નાંખી નાસી ગયા હતા. હત્યા કર્યા બાદ મૂળ ગામ ઓરિસ્સામાંથી બદલી અને ઓરિસ્સામાં આવેલા બ્રહ્મપુર શહેરમાં રહેવા લાગ્યો હતો અને છૂટક મજૂરી કરતો હતો. અને છેલ્લા 2007 સુથાર બની ગયો હતો, અને હાલ એના પરિવારમાં પત્ની અને બે બાળકોનો સમાવેશ છે. હત્યા કર્યાના છ વર્ષ બાદ લગ્નન કર્યા હતા અને આ વાત પત્ની અને
બાળકોથી પકડાયો ત્યાં સુધી છુપાવી હતી. 23 વર્ષનો હત્યારો આજે 52 વર્ષનો થઈ ગયો છે ત્યારે પોલીસના હાથે પકડાયો છે.
28 વર્ષે આ હત્યાકાંડને અંજામ આપ્યો
આરોપી કૃષ્ણ પ્રધાને 28 વર્ષે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતા. ત્યારે તેની વય 23 વર્ષની હતી. જોકે હાલમાં તે આધેડવયનો એટલે 52 વર્ષની ઉમરમાં પકડાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ઓળખ માટે એક વર્ષની મેહનત કરી હતી અને આખરે પકડી પાડ્યો છે.