સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરુ થશે રોપ-વે, 13.80 કિમીનું અંતર 5 મીનિટમાં કપાશે
ગુજરાતના લોકપ્રિય પ્રવાસન સ્થળ પર વધુ એક સુવિધા બનાવવામા આવશે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 કિલોમીટરના રોપવે માટે DPR તૈયાર કરવામા આવી રહ્યો છે. જેથી હવે 13.80 કિમીનું અંતર માત્ર 5 મીનિટમાં કપાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોપ-વે શરુ થશે
મળતી માહીતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 કિલોમીટરના રોપવે માટે DPR તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે. પ્રવાસીઓને હવે અહી પણ રોપ વેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે હાલ કામગીરી ચાલી રહી છે. જાણકારી મુજબ સાબરમતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના 21 સ્થળોએ પણ 62 કરોડના ખર્ચે રોપ વે બનાવાશે. અને તેના માટે 2020માં બીડ મંગાવાઈ હતી. અહી રોપવે દ્વારા એક ફેરામાં 13.80 કિમીનું રસ્તાનું અંતર માત્ર 5 મિનિટમાં કપાશે. તેમજ કેકટર્સ ગાર્ડનના લોઅર ટર્મિનલ પોઇન્ટથીં અપર ટર્મિનલ પોઇન્ટ સુધી 1.25 કિલોમીટરની રોપ વે ની લંબાઈ નક્કી કરાઇ છે. મહત્વનું છે કે NHAIની 100 ટકા માલિકીની NHLM નેશનલ હાઇવે લોજેસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ ભારતમાં ઇન્ટર મોડલ સ્ટેશન,પોર્ટ કનેક્ટિવિટી,મલ્ટી મોડલ લોજીસ્ટિક પાર્ક્સ સહીત રોપ-વે બનાવવા સહિતનું કામ કરવામાં આવી રહ્યું છે.
રોપ- વેની ટિકિટનો આટલો હશે દર
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોપ-વે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી પ્રવાસીઓને અહી ગિરનાર અને અન્ય પ્રવાસન સ્થળની જેમ અહી પણ રોપ-વે ની સુવિધા મળી રહેશે. આ રોપ- વેમાં બેસવા માટે એક વ્યક્તિની પેહલા વર્ષે મહત્તમ ટીકીટ રૂપિયા 70 રાખવામાં આવી છે. નદીમાં વચ્ચે એક પણ ટાવર નહિ આવે.ડેમના મહત્તમ ફ્લડને ધ્યાને રાખી નદી વચ્ચેથી પસાર થતી કેબલ કારની ઊંચાઈ પણ નિર્ધારિત કરાઈ છે.
રોપ- વે માટે DPRની કામગીરી શરુ
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે અને સાબરમતી રિવરફ્રન્ટ સહિત 21 રોપ-વે પ્રોજેકટ માટે DPR બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત NHLML દ્વારા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 કીમી લાંબી અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 3 કિમી રોપ-વે બનાવવા માટે ડિટેઇલ ડ્રાફ્ટ પ્રોજેકટ રિપોર્ટ બનાવવામા આવી રહ્યો છે. જ્યારે અન્ય 19 રોપ-વે માટે પણ DPR બનાવવામા આવી રહ્યો છે. જે અંતર્ગત 9 કિમીની બાલતાલથી અમરનાથ ગુફા, અમરકંટક, ઓમકારેશ્વર, માથેરાન, અમૃતસર સહિતના ધાર્મિક, પ્રવાસન અને સિટીના સ્થળોને આવરી લેવાયા છે.
આ પણ વાંચો : ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવામાં સહયોગ આપો, આ લિંક પર રજિસ્ટર તમારો મત