પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવવા ડી.જી.પી. કમેન્ડેશન ડીસ્ક ચંદ્રકથી નવાજાયા
હાલમાં પૂર્ણ થયેલ વિધાનસભા ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેવી જ રીતે ગત વર્ષમાં તમામ તહેવારો, મહત્વના બોબસ્ત પણ વિના વિઘ્ને પસાર થયેલ છે. પોલીસની ભાવી ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા રાજ્યની પોલીસમાંથી ઉમદા કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને ડી.જી.પી. કમેન્ડેશન ડીસ્ક તરીકે ઓળખવામાં આવતાં ચંદ્રકથી નવાજવામાં આવેલ છે. દેશના આસામ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ઉંત્તર પ્રદેશ, અને કેરાલા જેવા રાજ્યો તથા સીમા સુરક્ષા બળ અને સી.આર.પી.એફ જેવા પેરામીલટરી દળોમાં આવો પદક આપવામાં આવે છે. ગુજરાત આવો ચંદ્રક આપનાર 7મું રાજ્ય છે.
આ પણ વાંચો : ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવામાં સહયોગ આપો, આ લિંક પર રજિસ્ટર તમારો મત
જે પોલીસ કર્મચારીઓ દ્વારા થતી સારી કામગીરીને બીરદાવવામાં આવે અને પોલીમ કર્મચારીની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મળે તે માટે દર વર્ષે રાજ્ય પોલીસ વડા દ્વારા વિધિવત સન્માન આપવામાં આવે છે. ગુજરાતમાં પોલીસ દળમાંથી સારું કામ કરનાર અધિકારીઓ માટે આ “DGP′s Commendation Disc” એનાયત કરવાની પ્રથા વર્ષ-2020થી શરૂ કરવામાં આવેલ છે. આ પઠકને પોલીસ અધિકારી પોતાના યુનિફોર્મ ઉપર પણ લગાવી શકે છે. તમામ રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીઓમાંથી આ સન્માન માટે યોગ્ય અધિકારી/કર્મચારી પસંદ કરવા માટેની એક પ્રક્રિયા નિયત કરવામાં આવેલી છે.
આ પણ વાંચો : બાતમીદારો ઘણું જોખમ ઉઠાવતા હોય છે : બોમ્બે હાઇકોર્ટ
ઉપરાંત, કેવા પ્રકારની કામગીરી બદલ આ ચંદ્રક આપી શકાય તે અંગેના ધોરણો પણ નિશ્ચિત થયેલ છે. જેમાં સાહસ અને વીરતાનું વિશેષ કામ, અઘરા અને અટપટા ગુના ઉકેલવા, કુદરતી આફતો વખતે સારી બચાવ કામગીરી કરવી, નવતર અભિગમ અને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખંતપૂર્વકની કામગીરી, સ્વચ્છ સર્વીસ રેકોર્ડ જેવા અનેક પાસાઓ તથા કાબેલીયત ધ્યાનમાં લઈને વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ સન્માન માટે પોલીસના ડ્રાયવરથી લઇને હથિયારી/બિનહથિયારી અને એસ.આર.પી. કોન્સટેબલથી લઇને તમામ ઉચ્ચ અધિકારીઓની પસંદગી થઇ શકે છે. આ ધોરણો અન્વયે સમગ્ર રાજ્યમાંથી ઉમદા કામગીરી કરનાર જવાનો અને અધિકારીઓના નોમીનેશન મંગાવવામાં આવેલ હતા અને તેના અધારે ગૃહ વિભાગ દ્વારા દર્શાવ્યા પ્રમાણેની ઉંચ્ચ પોલીસ અધિકારીઓની એક પસંદગી સમિતિ દ્વારા વર્ષ-2021 માટે DGP’s Commendation Disc મળવા યોગ્ય કુલ-110 કર્મચારીઓનું ચયન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં ફરી પકડાયું ડ્રગ્સ, ક્યારે અટકશે સિલસિલો ?
ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓને આ ચંદ્રક આપવા માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચાલુ વર્ષ માટે જે 110 પોલીસ અધિકારીઓને ડી.જી.પી. ડિસ્ક રૂપે આ એવોર્ડ આપવામાં આવેલ હતો. કરાઇ ખાતેના વિશાળ ઓડીટોરીયમમાં વિજેતા અધિકારીઓને તેમના પરિવારની હાજરીમાં, પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા દરેક વિજેતાને આ ચંદ્રક તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. કુલ વિજેતાઓમાં અલગ-અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓ સામેલ છે, જેમાં ડી.જી.પી-1, એડીશનલ ડીજી – 8, ઇ-ન્ટ, ડીમ્બાર્ડ-પે એસપી-13, ડીવાયએસપી-16, પીઆઇ-14, પીએસઆઈ- 17, એએસઆઇ-8, હેડ કોન્સ્ટેબલ-10, તથા કોન્સ્ટેબલ-14 નો સમાવેશ થાય છે.