રાજકોટમાં તંત્રના પાપે યુવાનનો જીવ ગયો, ખાડામાં ખાબકતા યુવાનનું મોત
રાજકોટમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાલગી રહ્યું છે. તંત્રની બેદરકારીન કારણે વધુ એક યુવાનનો આજે ભોગ લેવાયો છે. જેમાં ખોદકામ કરીને ખાડાને ખુલ્લો મુકી દેતા એક બાઈક સવાર યુવાન તેમાં પડતા તેનં મોત નિપજ્યું હતું. રાજકોટ શહેર કોર્પોરેશનની આ બેદકારીના કારણે યુવાનનું મોત નિપજતતા લોકોમા ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
બાઈક સવાર યુવાન ખાડામાં પડતા મોત
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના રૈયા રોડ પર ટેલિફોન એક્સ્ચેન્જ પાસેથી હર્ષ ઠક્કર નામનો યુવક પસાર થઈ રહ્યો હતો આ દરિમયાન તેની બાઈક કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલ ખુલ્લા ખાડામાં ખાબકી હતી. આ જોઈને આજુબાજુના લોકો યુવાનને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ હર્ષને બચાવી શકાયો નહતો. તેને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હર્ષ તેના પરિવારનો એકનો એક જ દિકરો હતો.
તંત્રની કામગીરી સામે રોષ
રાજકોટમા અનાર નવાર આવી ઘટનાઓ બનતી હોય છે. છતા પણ તંત્રની ઉંઘ ઉડતી ન હોય તે પ્રકારે આવી બેદરકારીઓ સામે આવી રહી છે. કોર્પોરેશન દ્વારા રોડના કામકાજ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ આજુ બાજુ સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેના કારણે આ ઘટના બની હતી. જેના કારણે લોકો તંત્રની કામગીરી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને કોર્પોરેશન દ્વારા દાખવવામાં આવતી આવી ગંભીર બેદરકારીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.
પાલિકાએ ઘટના બાદ વ્યવસ્થા ગોઠવી
પાલિકા જાણે આવી કોઈ ઘટના બનવાન રાહ જોઈ રહ્યુ હોય તેમ કોઈ ઘટના બને પછીથી વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકા દ્વારા અકસ્માતની ઘટના બન્યા બાદ હવેથી કોઈ ખાડામાં પડે નહીં તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ પોલીસના જવાનો પણ આ વિસ્તારમાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત ત્રણના મોત