બિઝનેસ

બજેટ પહેલાં શેરબજારમાં ટેન્શન, સેન્સેક્સ 500 અંક નીચે, તો આ કંપનીઓ જોવા મળી લાલ નિશાન હેઠળ

Text To Speech

આજે ભારતીય શેર બજારમાં ભારે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો હતો. આજે સેન્સેક્સ 38 પોઈન્ટ ઘટીને 60166 પર, નિફ્ટી 15 પોઈન્ટ ઘટીને 17877 પર અને બેંક નિફ્ટી 265 પોઈન્ટ ઘટીને 41382 પર ખુલ્યો હતો.

ભારતીય શેર બજારઘટાડા સાથે ખુલ્યું

આજે ભારતીય શેર બજારમાં શરુઆતમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં શરૂઆતના સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ નીચે જોવા મળ્યો હતો. જો કે પરિણામ બાદ ટાટા મોટર્સમાં તેજી જોવા મળી હતી. અને તેના શેરમાં લગભગ 7 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે ICICI બેંક, HDFC, HDFC બેંક અને એક્સિસ બેંક ટોપ લૂઝર છે. આજે બજાજ ફાઇનાન્સ, વેદાંતા, ગ્લેનમાર્ક ફાર્મા, આદિત્ય બિરલા સન લાઇફ જેવી કંપનીઓના પરિણામ આવી રહ્યા છે.

શેર બજાર-humdekhengenews

ટાટા મોટર્સમાં જોવા મળી તેજી

ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું ત્યારે પરિણામ બાદ ટાટા મોટર્સમાં તેજી જોવા મળી હતી. તેના શેરમાં 7 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ પણ આ સ્ટૉકમાં ખૂબ જ તેજીમાં છે. CLSAએ ખરીદીની ભલામણ અને રૂ. 524નો લક્ષ્યાંક આપ્યો છે. જ્યારે જેપી મોર્ગને ઓવરવેઇટ રેટિંગ સાથે રૂ. 415નો ટાર્ગેટ આપ્યો છે. તેમજ જેફરીઝે ખરીદીની ભલામણ અને રૂ. 565નો લક્ષ્યાંક આપ્યો છે. ગોલ્ડમૅન સૅક્સે ન્યુટ્રલ રેટિંગ અને ટાર્ગેટ વધારીને રૂપિયા 480 કર્યો છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPOઆજથી શરૂ

અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ આજથી શરૂ થયો છે. જે ઇતિહાસનો સૌથી મોટો FPO છે. અદાણી ગ્રૂપનો મલ્ટિબેગર સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન ઓફર આજથી ખુલી છે. જે આગામી 31 જાન્યુઆરી સુદી ચાલશે. આ સૌથી મોટા FPOની કિંમત 20 હજાર કરોડ છે. અને આ FPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 3112-3276 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો :બજેટ 2023: બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ભેટનો વરસાદ થઈ શકે છે, જાણો શું છે કારણ 

Back to top button