ગુજરાતટોપ ન્યૂઝ

રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા, પેપર લીકનો વિદ્યાર્થીઓને ડર

Text To Speech

જુનિયર ક્લાર્કની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર અને પોતાના ઘરે પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને અંદરખાને એક ડર પણ છે કે આટલી મહેનત કર્યા પછી પણ જો પેપર ફૂટી જશે તો આટલા મહિનાથી કરેલી મહેનત પાણીમાં જશે.

આ પણ વાંચો : તલાટીની પરીક્ષા હજુ જાહેર થાય તે પહેલા જ પેપરની તોડબાજી શરૂ થઈ ?
paper - Humdekhengenewsઉલ્લેખનીય છે કે જે રીતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પેપર લીક ને મામલે બે દિવસ અગાઉ રાજ્ય સરકારને આવેદન આપી કહેવામાં આવ્યું હતું કે પેપર લીકના એજન્ટો સક્રિય થઈ ગયા છે, ત્યારે Humdekhenge ની ટીમ દ્વારા આ બાબતે ગાંધીનગર અને આસપાસના કેટલાક તૈયારી કરી રહેલા વિધાર્થીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “તેમણે પણ પેપરની તોડબાજી અંગેની માહિતી તો મળે છે અને પૈસા લેવાતા હોવાનું પણ ખબર પડી છે પણ કોઈ નક્કર પુરાવાના અભાવે કઈ કરી શકાય તેમ નથી પણ સરકાર કડક પગલાં ભરે તો પેપર લીક થતાં અટકાવી શકાય છે,” તેવું આ તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે. હવે આ બધી બાબતોમાં કેટલું તથ્ય છે તે તો આવનાર સમય જ બતાવશે.

આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, વડોદરા પોલીસની બેદરકારી સામે આવી
pepar - Humdekhengenewsહવે સરકાર દ્વારા પણ આ બાબતે જ્યાં પરીક્ષા લેવાશે તે કેન્દ્રોના સ્થળોએ 144 ની કલમ લાગુ કરી અને પ્રતિબંધિત હુકમો જાહેર કર્યા છે. પણ સવાલ હવે અહી લખો વિદ્યાર્થીઓનો છે કે જે હજારો રૂપિયા ખર્ચીને પરીક્ષાની તૈયારીઓ કરતાં હોય છે. સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગરમાં પરીક્ષાની તૈયારી કરવા આવતા હોય છે ત્યારે હવે આગામી ક્લાર્કની પરીક્ષા કોઈ પણ વિવાદ વગર પૂરી થશે કે નહિ તે તો પરીક્ષાના દિવસે જ ખબર પડશે.

Back to top button