મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાએ સમગ્ર ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કારણ કે આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને આ મોત થવાનું કારણ ક્ષતિયુક્ત પુલ હતો. આ પુલના દેખરેખની કામગીરી ઓરેવા ગ્રૂપને આપવામાં આવી હતી. દુર્ઘટના ના તુરંત બાદ બ્રિજ પર મજૂરી કામ કરતાં અને બ્રિજ ની દેખરેખ રાખતા નાના માણસોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ બ્રિજ હોનારત ના જવાબદાર વ્યક્તિ જયસુખ પટેલ આજે પણ પોલીસ પકડ થી દૂર છે.
આ પણ વાંચો : મોરબી બ્રીજ દુર્ઘટનામાં 135 માસુમોનો “જીવ લેનારા” ઓરેવાના માલિક જયસુખ સામે ધરપકડ વોરંટ
સમગ્ર મામલે કોર્ટમાં અંતે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટ પ્રમાણે આ ઘટનામાં 10 આરોપીઓ ના નામ છે જેમાંથી 9 હાલ જેલમાં છે અને મુખ્ય આરોપી જયસુખ પટેલ હજુ પણ પોલીસ પકડ થી બહાર છે. આરોપી જયસુખ પટેલે હમણાં જ કોર્ટમાં આગોતરા જમણી માટે અરજી કરી હતી. સુઓમોટો પિટિશનની સુનવણી દરમિયાન આરોપી જયસુખ પટેલે કોર્ટમાં મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તને વળતર આપવાની પણ માંગ એફિડેવિટ મારફતે કરી હતી.
આ પણ વાંચો : HC સુઓમોટો પીટીશન પર જયસુખ પટેલે રજુ કર્યો પોતાનો બચાવ, પૈસાથી કરવા માંગેે છે લોકોના મોતનો સોદો !
ઉલ્લેખનીય છે કે ઘટના બનતાની સાથે જ આરોપી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતારી ગયા છે ત્યારે 135 લોકોના મોતના જવાબદાર વળતરના નામે માસૂમ લોકોના મોતનો ક્યાંક સોદો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવે આગામી સમયમાં જયસુખ પટેલને કેટલી સજા મળે છે તે જોવું રહ્યું.