ગુજરાતટોપ ન્યૂઝ

ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, વડોદરા પોલીસની બેદરકારી સામે આવી

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ વડોદરા ખાતે કમાટીબાગમાં આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે સ્ટેજ પાસે જ અચાનક એક ડ્રોન ઉડતું આવ્યું તો મુખ્યમંત્રી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ડ્રોન કેમેરા સાથે એક વ્યક્તિની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે, વી.સી.સી.આઈ. એક્સપોનું કરશે ઉદ્ઘાટન
ગુજરાત પોલીસ-humdekhengenewsઉલ્લેખનીય છે કે અગાઉ પણ નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે આવી ડ્રોન ની ઘટના બની હતી ત્યાર બાદ પોલીસ દ્વારા ડ્રોનના ઉપયોગ માટે પરમીશન લેવી ફરજિયાત કરવામાં આવી હતી છતાં આજરોજ વડોદરા પોલીસની બેદરકારી સામે આવતા મુખ્યમંત્રીની સુરક્ષા ને લઈને સવાલ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ચુસ્ત બંધઓબસ્ત વચ્ચે આવી મોટી ચૂક આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.vadodara - Humdekhengenewsહાલ પોલીસ દ્વારા એક વ્યક્તિ ની અટકાયત કરી લેવામાં આવી છે અને ડ્રોન પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. ગૃહ વિભાગ પણ આ બાબતે તપાસ કરશે કે આવી ચૂક કેવી રીતે આવી. આટલા ચુસ્ત બંધઓબસ્ત વચ્ચે આવી ઘટના બનતા વડોદરા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આગામી શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.

Back to top button