ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના સદરપુરના ગ્રામજનો દ્વારા શાળાના શિક્ષકનું વિશેષ સન્માન

Text To Speech

પાલનપુર : ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળામાં 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહભેર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.જેમાં ‘દીકરીની સલામ દેશને નામ’ કાર્યક્રમ અંતર્ગત સદરપુર પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની તેજલબેન રમેશભાઈ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. જેમાં સદરપુર ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મળવા બદલ કરાયું હતું સન્માન

શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શાળાના ઉત્સાહી શિક્ષક રાહુલકુમાર કિશોરભાઈ મોદીનું સદરપુર ગામના જાગૃત સરપંચ વનરાજસિંગ બબુજી સોલંકી, ડેપ્યુટી સરપંચ ગૌતમભાઈ છત્રાલિયા, ભીલડી મંડળના પ્રમુખ પનસિંગજી સોલંકી, એસ. એમ. સી. અધ્યક્ષ સૂરસિંગજી સોલંકી તથા સમસ્ત સદરપુર ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અને સદરપુર પ્રાથમિક શાળા તથા સદરપુર ગામનું નામ ખૂબ આગળ વધારો અને ઉતરોત્તર ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચાલુ વર્ષે ડીસા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ ગ્રામજનોએ પાઠવી હતી.

આ પણ વાંચો : નડાબેટ સીમાદર્શન ખાતે 3000 જેટલા લોકોની હાજરીમાં 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

Back to top button