નાની નાની લાગતી આ બાબતો બની શકે છે હાર્ટએટેકનું કારણ

આજકાલના સમયમાં હાર્ટએટેક અને સ્ટ્રોકના ખતરાનું જોખમ સખત વધી ચુક્યુ છે. સ્ટ્રેસ, ખોટી ખાણીપીણી, બેકાર લાઇફસ્ટાઇલ, ઉંઘ પુરી ન થવી, દારુ અને સિગારેટનું વધુ માત્રામાં સેવન આ બધા તેની પાછળના કારણો છે. હાર્ટ એટેક અને સ્ટ્રોકના ખતરાથી બચવા માટે જરૂરી છે કે તમે શરીરમાં દેખાતા સંકેતો અને લક્ષણો પર ખાસ ધ્યાન આપો. ક્યારેક તમે મામુલી સમજીને નાની નાની તકલીફોને નજરઅંદાજ કરી લો છો. જોકે આ સમસ્યાઓ વધતા હ્રદય સંબંધિત બીમારીઓનો ખતરો વધે છે.
કોલેસ્ટ્રોલ
કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં વધી જાય છે ત્યારે ધમનીઓને બ્લોક કરી દે છે. આ કારણે લોહીની માત્રા હ્રદય સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમે ડાયેટમાં ડાયેટ્રી ફાઇબર, લો ફેટ ફુડ્સને એડ કરો અને રોજ એક્સર્સાઇઝ કરે.
ડાયાબિટીસ
જ્યારે તમારુ બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહેતુ નથી ત્યારે તમારા હ્રદયને નુકશાન પહોંચે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમે એક હેલ્ધી ડાયેટ લો અને સમયે સમયે તમારુ બ્લડ સુગર લેવલ ચેક કરાવતા રહો.
હાઇપરટેન્શન
હાઇપરટેન્શનના કારણે હાર્ટએટેકનો ખતરો ખુબ જ વધી જાય છે. હાઇપરટેન્શનના કારણે બ્લડ પ્રેશરનુ લેવલ વધુ હાઇ થઇ જાય છે. જ્યારે તમારુ બ્લડ પ્રેશર લેવલ હાઇ હોય છે ત્યારે તમારા હ્રદયને વધુ કામ કરવુ પડે છે. તેથી જરૂરી છે કે તમારા બ્લડપ્રેશર લેવલને કન્ટ્રોલમાં રાખો. લો સોડિયમ અને લો ફેટ ડાયેટ લો. એક્સર્સાઇઝ કરીને બ્લડ પ્રેશર લેવલને કન્ટ્રોલમાં રાખો. આલ્કોહોલનુ સેવન ઓછુ કરો.
મેદસ્વીતા
મેદસ્વીતાના કારણે તમારુ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર લેવલ વધી જાય છે. જેના લીધે હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. આવા સંજોગોમાં તમારે તમારુ વેઇટ મેઇન્ટેન રાખવુ ખુબ જરૂરી છે. બેલેન્સ ડાયેટ લો. એક્સર્સાઇઝ કરો.
ફિઝિકલ એક્ટિવીટી
એક્સર્સાઇઝ કે કોઇ પણ ફિઝિકલ એક્ટિવીટીના અભાવે હ્રદય સંબંધિત બિમારીઓનો ખતરો વધી જાય છે. રોજ એક્સર્સાઇઝ કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓનો ખતરો ઘટે છે. એક્સર્સાઇઝ કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર લેવલ પણ ઘટે છે. ફિઝિકલ એક્ટિવીટી કરીને તમે મેદસ્વીતા, ડાયાબિટીશ અને કોલેસ્ટ્રોલમાંથી છુટકારો મેળવી શકો છો.
સ્મોકિંગ
સ્મોકિંગના લીધે હાર્ટએટેકનો ખતરો ખુબ જ વધી જાય છે. કેટલાય અભ્યાસમાં દાવો કરાયો છે કે જે લોકો સ્મોકિંગ કરે છે તેમનામાં હાર્ટએટેકનો ખતરો બેછી ચાર ગણો વધુ હોય છે. સ્મોકિંગ કરવાથી હ્રદય સુધી પહોંચનારી ઓક્સિજનની માત્રા ઘટે છે અને બ્લડ પ્રેશર વધે છે. રક્તવાહિનીઓને નુકશાન પહોંચે છે.
આ પણ વાંચોઃ લખનઉના ધરાશાયી બિલ્ડિંગમાં એક કાર્ટુન કેરેક્ટરે બચાવ્યો છ વર્ષના બાળકનો જીવ!