ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : મોડાસામાં ગાયત્રી માતાજીનો તિરંગા રંગમાં શૃંગાર, રાષ્ટ્ર ભક્તિના થયા દર્શન

Text To Speech
  • *હર્ષોલ્લાસ સાથે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ઉજવાયો ત્રિવેણી ઉત્સવ
  • *ભારતનો 74 મો પ્રજાસત્તાક દિન, વસંત પંચમી અને પં. શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મ દિવસ – ત્રણેય ઉત્સવ એક જ દિવસ

પાલનપુર : મહાન ભારત દેશના 74 મા પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી તિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્ર માં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા. આજ રાષ્ટ્રીય પર્વ ની સાથે સાથે પ્રકૃતિને ખિલવાના પ્રારંભનો ઉત્સવ એટલે વસંત પંચમી- મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ. સાથે જ ગાયત્રી પરિવારના જનક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પર્વ.

 દર્શન-humdekhengenews

આમ આજ આ ત્રિવેણી પર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સવાર 7 વાગેથી જ ગાયત્રી ચેતના કેન્દ્ર પર આરતી, સામુહિક જાપમાં અનેક સાધકો જોડાયા તથા માઁ સરસ્વતી પૂજન સાથે આજના ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

 દર્શન-humdekhengenews

ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર સૌએ સમગ્ર માનવમાત્રનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી ભાવના સાથે આજ રાષ્ટ્ર ઉત્થાન તેમજ સુરક્ષા હેતુ વિશેષ આહુતિઓ અર્પણ કરી. ઉપસ્થિત સૌએ વસંત પર્વથી વિશેષ પોતાના જીવનમાં માનવતાના ઉત્થાન માટે ઉત્સાહ સાથે વિચાર ક્રાન્તિ અભિયાન વધુ વેગવાન બનાવવા નવ સંકલ્પિત થયા હતા.

 

 દર્શન-humdekhengenews

આજથી દર ગુરુવારે બપોરે 3:00 થી 3:30 દરમિયાન મોડાસા સહિત સમગ્ર ક્ષેત્રના ગામેગામ સૌએ રાષ્ટ્રના ઉત્થાન તેમજ માનવમાત્રના કલ્યાણ માટે ગાયત્રી મહામંત્ર સામુહિક જાપ આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે ગાયત્રી પરિવારના જનક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને 1926 માં વસંત પંચમીના દિવસે તેઓના આધ્યાત્મિક માર્ગદર્શક દાદા ગુરુદેવ સાથે સાક્ષાત્કાર થયો હતો. તેઓના માર્ગદર્શન મુજબ આ યુગ પરિવર્તનની યોજના ગાયત્રી પરિવાર સ્વરુપે શુભારંભ થઈ હતી. જે આજે 16 કરોડથી પણ વધુ પીત વસ્ત્રધારી ગાયત્રી સાધકો સાધના, ઉપાસના, આરાધના સાથે સાથે માનવમાત્રને સહાયરુપ થાય એવા અનેક રચનાત્મક આંદોલન ચલાવી રહેલ છે.

આ પણ વાંચો : 10 ગુજરાતીને પદ્મ પુરસ્કાર : કલા,સાહિત્ય અને ઉદ્યોગજગતના પ્રરેણાદાયક વ્યક્તિઓનો સમાવેશ

Back to top button