ટ્રેન્ડિંગમનોરંજન

‘પઠાણ’એ તમામ રેકોર્ડ તોડ્યાઃ પહેલા જ દિવસે વર્લ્ડવાઇડ 100 કરોડની ક્લબમાં સામેલ

Text To Speech

શાહરૂખખાનની કમબેક મનાતી ફિલ્મ ‘પઠાણ’નો જાદુ ચાલી ગયો છે. ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. ફિલ્મને રિલીઝની સાથે જ દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો છે. એક બાજુ જ્યાં શાહરૂખે વાહવાહી મેળવી, તો દીપિકાનો અંદાજ પણ લોકોને પસંદ પડ્યો છે. વિલનના રોલમાં જ્હોન અબ્રાહમ મજબૂત સાબિત થયો છે. ફિલ્મમાં સલમાનખાનના કીમિયોએ ચાર ચાંદ લગાવી દીધા છે. આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

'પઠાણ'એ તમામ રેકોર્ડ તોડ્યાઃ પહેલા જ દિવસે વર્લ્ડવાઇડ 100 કરોડની ક્લબમાં સામેલ hum dekhenge news

કેટલું થયુ ‘પઠાણ’નું કલેક્શન?

‘પઠાણ’ને લઇને દર્શકોમાં ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. માત્ર શાહરૂખખાનના ફેન્સ નહીં, પરંતુ સલમાનખાનના ફેન્સ પણ ફિલ્મને લઇને ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ફિલ્મ રિલીઝ બાદ ફેન્સ ખુબ જ ખુશ હતા. એક બાજુ ફિલ્મને ક્રિટિક્સના સારા રિવ્યુ મળી રહ્યા છે, તો બીજી તરફ બોક્સ ઓફિસ પર પણ ધમાલ થઇ છે. પહેલા જ દિવસે ‘પઠાણ’એ વર્લ્ડવાઇડ રૂ. 100 કરોડનું કલેક્શન મેળવ્યુ છે. ભારતની તમામ ભાષાઓનું કલેક્શન મેળવીને 53.25 કરોડ થયુ છે જ્યારે ફિલ્મના હિન્દી વર્ઝને 51.60 કરોડની કમાણી કરી છે.

પઠાણ - Humdekhengenews

ફિલ્મે તોડ્યા અનેક રેકોર્ડ, હજુ વધુ તુટશે

‘પઠાણ’એ પહેલા જ દિવસે વર્લ્ડવાઇડ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે, તે એક રેકોર્ડ છે. ઇન્ડિયામાં આ ફિલ્મે પહેલા દિવસે 53.25 કરોડની કમાણી કરી છે. ‘પઠાણ’એ ઋત્વિક રોશનની વોર (50 કરોડ રુપિયા) અને યશની કેજીએફ-2 (52 કરોડ રૂપિયા)નો ઓપનિંગ ડેનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. હજુ આ ફિલ્મ ઘણા બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. આ ફિલ્મ વીકેન્ડમાં સારો એવો બિઝનેસ કરશે તેવી આશા છે.

આ પણ વાંચોઃ ડાયમંડ સિટીમાં સાયબર ક્રાઇમમાં થયો વધારો, જાણો શું છે આંકડો ?

Back to top button