અમદાવાદમાં રૂ.500 કરોડના ખર્ચે વા.સા. હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બાંધવાની યોજના અધ્ધરતાલ થઇ છે. જેમાં હવે હોસ્પિટલનું માત્ર રિનોવેશન કરાશે. તથા MBBS વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ અપાશે. તેમજ રાજ્ય સરકાર હોસ્પિટલને માત્ર રૂ. 2 કરોડ વાર્ષિક ગ્રાન્ટ આપે છે.
આ પણ વાંચો: ગુજરાત: સરકારી પરીક્ષા પૂર્વે પેપરફોડ, સેટિંગબાજોને નજરકેદ કરાશે!
રૂ.189 કરોડના અંદાજપત્રને શાસક પક્ષે બહાલી આપી
અમદાવાદ શહેરના ગરીબ-મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદરૂપ માનવામાં આવતી શેઠ વા.સા. હોસ્પિટલને રૂ. 500 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાના સત્તાવાર નિર્ણયને હવે અદાલતમાં પડકારવામાં આવતા હોસ્પિટલના નવનિર્માણની યોજના પર હાલ તુરત પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને હવે હોસ્પિટલ બિલ્ડિંગને માત્ર રૂ. 1 કરોડ 10 લાખના ખર્ચે રિનોવેશન કરવાનો નિર્ણય કર્યો છે. અને નવી જોગવાઈનો વા.સા. હોસ્પિટલના નવા વર્ષ 2023-2024ના અંદાજપત્રમાં રજૂ કરવામાં આવી છે. રૂ. 183 કરોડના બજેટમાં રૂ. 6 કરોડનો વધારો સાથે કુલ રૂ.189 કરોડના અંદાજપત્રને શાસક પક્ષે બહાલી આપી હતી.
આ પણ વાંચો: 74મો પ્રજાસત્તાક દિવસ: રાષ્ટ્રધ્વજના ભાવમાં વધારો થયો પણ તિરંગાની માગ વધી
કેસ કોર્ટમાં ઝડપથી ચાલે તે માટે રજૂઆત કરવા અંગે પણ મૌન
મેયર કિરીટભાઈ પરમારે એક પત્રકાર પરિષદમાંએ વાતનો સ્વીકાર કર્યો હતો કે, વા.સા. હોસ્પિટલના નવા બિલ્ડિંગ બાંધવાના પ્રશ્ને કોર્ટ જે હુકમ કરશે તેનો અમે સ્વીકાર કરીશું અને કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરીશું. કોર્ટમાં કરવામાં આવેલો કેસ કોર્ટમાં ઝડપથી ચાલે તે માટે રજૂઆત કરવા અંગે પણ મૌન સેવ્યું હતું.
ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીને સ્ટાઇપેન્ડ ચૂકવાશે
મેયરે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, વા.સા. હોસ્પિટલની લેબોરેટરીમાં કેટલાક પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ ખાસ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા નથી કેમ કે, તે અંગેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. હોસ્પિટલને ચાલુ વર્ષે રૂ. 6 કરોડની લોન મ્યુનિ. દ્વારા આપવામાં આવશે. સરકાર છેલ્લા બાર વર્ષથી રાજ્ય સરકાર આ હોસ્પિટલને ગ્રાન્ટમાં કોઈ વધારો કરવામાં આવતો નથી તે અંગે હોસ્પિટલના અંદાજપત્રમાં કોઈ માગણી કરાઈ નથી. પરંતુ એવી નવી જાહેરાત કરવામાં આવી છે કે, 12 જેટલી વિવિધ બ્રાન્ચમાં એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવા સંસ્થામાં પ્રવેશ મેળવી શકે તે માટે ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીને સ્ટાઇપેન્ડ ચૂકવાશે.