આજે સમગ્ર દેશમાં 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશના પાટનગર દિલ્હીમાં કર્તવ્ય પથ પર દેશનું શૌર્ય અને તાકાત બતાવીને ભવ્ય આયોજન કરવામાં આવશે. દિલ્હીના કર્તવ્ય પથ પર 74માં પ્રજાસત્તાક દિવસ નિમિતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : પદ્મ પુરસ્કારોની જાહેરાત, ગુજરાતની 3 હસ્તીઓને પદ્મશ્રી
કાર્યક્રમમાં પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપશે, જે બાદ ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થશે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ મુર્મુ સવારે 10:30 કલાકે ધ્વજ ફરકાવશે. જે બાદ કર્તવ્ય પથ પર પરેડની શરૂઆત થશે. પરેડમાં કુલ 23 ઝાંખીઓ જોવા મળશે. તમામ ટેબ્લોક્સની થીમ પણ અલગ-અલગ હશે. 17 ઝાંખી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હશે, જ્યારે છ વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોની હશે.
74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિના ઉત્સાહ વચ્ચે, છ ‘અગ્નિવીર’ કર્તવ્ય પથ પર પરેડ કરવા માટે નૌકાદળની માર્ચ ટુકડીનો ભાગ બનશે. સમારોહની પૂર્વ સંધ્યાએ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે પરેડ દરમિયાન જે સૈન્ય સંપત્તિ પ્રદર્શિત કરવામાં આવશે, તેમાં ભારતમાં બનેલા ઉપકરણોનો સમાવેશ થાય છે. દેશના આત્મનિર્ભર ભારતની દિશામાં ભરેલા પગલાંનું પ્રતિબિંબ અહીં પ્રદશિત થશે.
સુરક્ષા માટે પહેલી વખત QR કોડનો ઉપયોગ
સુરક્ષાની જો વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસના લગભગ સાત હજાર જવાનો પરેડ સ્થળની આસપાસ તૈનાત રહેશે. આ સિવાય NSG કમાન્ડો, અર્ધલશ્કરી દળો અને અન્ય એકમોની તૈયારી રહેશે. સ્થળ અને આસપાસના વિસ્તારને એન્ટી ડ્રોન સિસ્ટમથી સજ્જ કરવામાં આવી રહી છે. જેની કમાન DRDO ના હાથમાં રહેશે. પરેડ સ્થળના ચેક પોઇન્ટ પર પાસ અને ટિકિટ પર હાજર QR કોડ સ્કેન કર્યા પછી જ પ્રવેશ મળશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આવુ પ્રથમ વખત કરવામા આવી રહ્યું છે.
આ પણ વાંચો : વીરતા પુરસ્કારોની જાહેરાત, મેજર શુભાંગ ડોગરા અને જીતેન્દ્ર સિંહ રાજપૂતને કીર્તિ ચક્ર