ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુરમાં શાળામાં પ્રાર્થના બંધ કરાવવા આવેલા શખ્સો સામે તંત્ર કડક કાર્યવાહી કરે : હિન્દુ સંગઠનો

Text To Speech
  • એસ.એન. કોઠારી પ્રાથમિક શાળામાં પ્રાર્થના મામલે આવેદનપત્ર અપાયું
  • હિન્દુ સંગઠનના યુવાનોની પાલનપુર કલેકટર કચેરીમાં રજૂઆત

પાલનપુર : પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમયે કેટલાક શખ્સો દ્વારા પ્રાર્થના બંધ કરાવવાની કોશિશ કરી હતી.જેના કારણે હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો.ત્યારે બુધવારે જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પાલનપુર -humdekhengenews

પાલનપુર શહેરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં એસ એન. કોઠારી પ્રાથમિક શાળા આવેલી છે.જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. શાળામાં સોમવારે પ્રાર્થના ચાલુ હતી, તે દરમિયાન શાળાની પાછળની ભાગે રહેતા કેટલાક શખ્સો શાળાની બારીમાંથી શિક્ષકોને ધમકાવી પ્રાર્થના બંધ કરવા તેમજ 26 જાન્યુઆરીની તૈયારીઓ સ્પીકર ઉપર ન કરવા જણાવ્યું હતું.

 

જેના પગલે હોબાળો મચી ગયો હતો. આ બાબતની જાણ પાલનપુર શહેરના વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોને થતા બીજા દિવસે શાળામાં જઈ શિક્ષકોને ધમકાવનાર શખ્સો પાસે માફી પત્ર લખાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે આવી નાયબ કલેકટર સમક્ષ આવેદનપત્ર આપી બીજી વખત આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ ન કરે તે માટે રજૂઆત કરી આવેદનપત્ર આપી શાળામાં પ્રાર્થના બંધ કરાવવા આવેલા શખ્સો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  પાલનપુર : થરાદ પ્રાંત અધિકારી કે. એસ. ડાભીને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકેનો એવોર્ડ એનાયત

Back to top button