ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : થરાદ પ્રાંત અધિકારી કે. એસ. ડાભીને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકેનો એવોર્ડ એનાયત

Text To Speech
  • ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદના હસ્તે એવોર્ડ એનાયત થયો

પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન રાજ્યભરમાંથી ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી શ્રેષ્ઠ રીતે કરનાર અધિકારીઓને 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ પ્રાંત અધિકારી કે. એસ. ડાભીને રાજ્યના શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકેનો એવોર્ડ મુખ્ય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદના હસ્તે અને મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો.

પાલનપુર -humdekhengenews

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન થરાદ મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું હતું. એજ રીતે થરાદ મતદાર વિભાગમાં નવા યુવા મતદારોની નોંધણી માટે થયેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાંત અધિકારી કે. એસ. ડાભીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કે. એસ. ડાભીએ મળેલ એવોર્ડ બદલ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન અને સમગ્ર ટીમના પ્રયાસોને જવાબદાર ગણાવ્યા હતા.

આ પણ વાંચો :  પાલનપુર : ભાભરની હોસ્પિટલમાં તબીબે પોલીસ કેસના રૂપિયા 20 હજાર માંગ્યાનો દર્દીનો આક્ષેપ

Back to top button