હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગ ઍક્ટિવ થયું છે. અગાહીને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેતીવાડી, સહકરી મંડળી અને માર્કેટયાર્ડમાં ખુલ્લામાં મૂકેલો કોઈ માલ પલડી ન જાય તે માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ : ફર્નિચરની દુકાનમાં આગ લાગતા દુકાન બળીને ખાખ
એકતરફ સમગ્ર રાજ્યમાં ઠંડી થી લોકો ઠૂઠવાઈ ગયા છે ત્યારે હવે આ કમોસમી વરસાદની અગાહીને પગલે બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગ અલર્ટ મોડ પર આવ્યું છે અને વિવિધ માર્કેટ યાર્ડમાં સાવચેતીના ભાગરૂપે કોઈ માલ સમાન પલડી ન જાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.ડૉ. મનોરમ્ય મોહંતિની કરેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે અને સાથે સાથે કોલ્ડ વેવ ની પણ આગાહી કરી છે ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વારસદ પાડવાની સંભાવના છે અને ત્યારબાદ ઠંડીના તાપમાન માં પણ ઘટાડો થવાની વાત તેમણે કરી હતી.