Coca Cola ભારતમાં લાવી રહી છે યુનિક ડિઝાઇનનો ફોનઃ તમે ખરીદશો?


અમેરિકી બેવરેજ કંપની કોકા કોલા ખુબ જ જલ્દી સ્માર્ટફોન બજારમાં એન્ટ્રી કરશે. તાજેતરમાં કોકા-કોલાના સ્માર્ટફોનની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં ફોન આકર્ષક લાગી રહ્યો છે. કોકા કોલા ખુબ જ જલ્દી ભારતીય બજારમાં શરૂઆત કરવા જઇ રહ્યુ છે. કોકા કોલા પોતાના અપકમિંગ સ્માર્ટફોન માટે સ્માર્ટફોન બ્રાન્ડની સાથે ભાગીદારી કરી રહી છે.
ભારતમાં આ ત્રિમાસિકમાં લોન્ચ થશે ફોન
ફોનની ડિટેલ્સની સાથે સાથે તેની ડિઝાઇન પણ શેર કરવામાં આવી છે. આ ફોન રેડ કલર વેરિઅન્ટમાં હશે અને કોકા-કોલા બ્રાંડિંગ મોટા ફોન્ટમાં હશે. આ ફોન આ ત્રિમાસિકમાં જ માર્કેટમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે.
શું હશે વિશેષતાઓ
આ ફોનમાં એક ડ્યુઅલ-રિયર કેમેરા સેટઅપ અને એક એલઇડી ફ્લેશ હશે. કેમેરા લેન્સ સ્માર્ટફોનની ઉપરની બાજુ હશે, જે રીતે રીઅલમી 10, રીઅલમી સી-33 અને ઓપ્પો એ-78માં જોવા મળે છે. આ એક મિડ રેન્જ ફોન હશે.
આ પણ વાંચોઃ PM મોદીએ NCC-NSS કેડેટ્સને આપ્યો સફળતાનો મંત્ર