Mira Rajput Beauty Secret: ગ્લોઈંગ સ્કિન માટે મીરા રાજપૂત અપનાવે છે ઘરેલુ નુસખા
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મી દુનિયાથી દૂર રહેતી હોય પરંતુ તેની બ્યુટી કોઈ એક્ટ્રેસથી ઓછી નથી. મીરા બે બાળકોની માતા છે તેમ છતાં તે પોતાની ફિટનેસનું સંપૂર્ણપણે ધ્યાન રાખે છે. મીરા ભલે શાહિદ કપૂરની પત્ની તરીકે જાણીતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની એક અલગ જ ઓળખ છે. મીરા માત્ર પોતાના સ્ટાઈલિશ દેખાવથી જ નહીં, પણ ચાહકોની બાબતમાં પણ મોટી અભિનેત્રીઓને માત આપે છે. મીરા રાજપૂત તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ સિવાય તેની સુંદરતા અને ચહેરા પરની સોનાની ચમક માટે પણ જાણીતી છે. છોકરીઓ તેમની ચમકતી ત્વચાનું રહસ્ય જાણવા ઉત્સુક હોય છે ત્યારે અમે તમને મીરાના ખાસ બ્યુટી સિક્રેટ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તેની ત્વચા હંમેશા ગ્લોઈંગ રહે છે.
મીરા રાજપૂતના બ્યુટી સિક્રેટ્સ:
પોતાની જાતને હાઇડ્રેટેડ રાખે છે
મીરા તેની ત્વચાને હાઇડ્રેટેડ અને અંદરથી ગ્લોઇંગ રાખવા માટે દિવસભર વધું માત્રામાં પાણી પીવે છે. આ સિવાય મીરા આહારમાં એવા ફળો અને શાકભાજીને પણ મહત્વ આપે છે જે પાણીની કમી પૂરી કરે છે.
ત્વચાની સફાઈને આપે છે મહત્વ
ત્વચાને માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ સ્વચ્છ રાખવી ખૂબ જ જરૂરી છે. મીરા પોતાની ત્વચાને યુવાન અને સુંદર રાખવા માટે કાચું દૂધ લગાવે છે. જે ત્વચાને સાફ કરવાની સાથે ડ્રાયનેસ, ડલનેસ જેવી અનેક સમસ્યાઓથી પણ રાહત આપે છે.
ઈન્સ્ટન્ટ ગ્લો
આ માટે મીરા હળદર અને મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરે છે અને તેને ચહેરા પર લગાવે છે. 20 મિનિટ પછી, મીરા તેના ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લે છે અને પછી તેને મોઇશ્ચરાઇઝ કરે છે.
નિયમિત કસરત કરવી
વ્યાયામ સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. મીરા પોતાની રોજીંદી દિનચર્યામાં કસરતને વિશેષ મહત્વ આપે છે.
તુલસી
ચહેરાની લાલાશ, પિમ્પલ્સ વગેરે દૂર કરવા માટે મીરા તુલસીનો ફેસ પેક લગાવે છે. તુલસીમાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ ગુણો ત્વચાના ચેપ સામે રક્ષણ આપે છે.