નેશનલ

WFI વિવાદ : પ્રશ્નોના ઉકેલ માટે તપાસ સમિતિની રચના છતા કુસ્તીબાજો નારાજ, જાણો શું છે કારણ

છેલ્લા કેટલાક દિવસથી ભારતીય કુસ્તીબાજો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. થોડા દિવસો પહેલા જ ભારતીના દિગ્ગજ કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ નોંધાવ્યો હતો. અને તેને લઈને નવી દિલ્હી ખાતે તેઓએ ધરણા પ્રદર્શન પણ કર્યું હતું.

કુસ્તીબાજોએ કર્યો હતો વિરોધ

બ્રિજ ભૂષણ સિંહ પર લાગેલા આરોપોને લઈને ઘણા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા અને વિનેશ ફોગાટ જેવા દિગજ્જ ખેલાડીઓના નામ સામેલ છે. કુસ્તીબાજોના આ પ્રદર્શનને ઘણા લોકોએ સમર્થન પણ આપ્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ કુસ્તીબાજોએ પોતાનો વિરોધ સમાપ્ત કર્યો હતો. તો બીજી તરફ બ્રિજ ભૂષણ સિંહે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેના પર બ્લેકમેલિંગ અને પૈસા પડાવવા માટે જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે તેવું પણ કહ્યું હતું.

WFI વિવાદ-humdekhengenews

 

પાંચ સભ્યોની સમિતિની રચના કરાઈ

ખેલાડીઓના આ વિરોધને લઇને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે બે વખત બેઠક કરી હતી અને તેઓએ આ મામલાની તપાસ માટે મહિલા બોક્સર મેરી કોમની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સમિતિમાં ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, ઓલિમ્પિક સેલના સભ્ય તૃપ્તિ મુરગુંડે, ભૂતપૂર્વ TOPS CEO રાજગોપાલન અને ભૂતપૂર્વ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ટીમ) રાધિકા શ્રીમનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તપાસ સમિતિને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ભૂષણ પર લગાવેલા તમામ આરોપોની તપાસ કરવા માટે આગામી એક મહિના સુધી WFIની કામગીરી જોવાની જવાબદારી આપી હતી. આ કમિટીની રચના બાદ પણ વિરોધ નોંધાવનાર ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

WFI વિવાદ-humdekhengenews

કુસ્તીબોજોએ ટ્વિટ કરી દર્શાવી નારાજગી

કુસ્તીબાજોએ બ્રિજભૂષણ પર લગાવેલ આરોપોને લઈને આ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારે કુસ્તીબાજોએ આ સમિતીની રચનાને લઈને નારાજ જોવા મળી રહ્યા છે. બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા અને વિનેશ ફોગાટ સહિતના ખેલાડીઓએ ગઈ કાલે આ બાબતે ટ્વિટ કરીને તેમની નારાજગી દર્શાવી હતા. તેમને લખ્યું હતુ કે “અમને ખાતરી આપવામાં આવી હતી કે નિરીક્ષણ સમિતિની રચના કરવામાં આવે તે પહેલાં અમારી સલાહ લેવામાં આવશે. પરંતું ખૂબ જ દુઃખની વાત છે કે આ સમિતિની રચના પહેલા અમારી સલાહ પણ લેવામાં આવી ન હતી. આમ ખેલાડીઓને સલાહ લેવાની ખાતરી છતા પણ તેમની સલાહ ન લેવામાં આવતા આ કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી રહી છે.

કુસ્તીબોજોને સમિતિ પર નથી વિશ્વાસ

કુસ્તાબાજોએ સમિતિની રચના બાદ પણ તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે. તેમને કહેવું છે કે અમને ખાતરી આપવામા આવી હતી કે સમિતિની રચના પહેલા અમારી સલાહ લેવામાં આવશે તો પછી અમારી સલાહ કેમ ન લેવામા આવી. આ ખેલાડીઓને જે કમિટિ બનાવવામાં આવી છે તેમાં સામેલ લોકો પર વિશ્વાસ નથી કેમકે ખેલાડીઓ સમિતિની રચના પહેલા તેમના વાત કરવા માંગતા હતા જેથી કરીને તેઓ પોતાની વાત રાખી શકે અને તેમના મુદ્દાનો ઉકેલ લાવી શકાય. પરંતુ એવું ન થયું અને આ લોકો સાથે વાત કર્યા વિના જ કમિટીની રચના કરવામાં આવી જેના કારણે તેમનો રોષ ફાટી નીકળ્યો છે. અને ખેલાડીઓ આ કમિટીનું વિસર્જન કરીને નવી કમિટિ બનાવવા કહ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈમાં થયો હિલસ્ટેશનનો અહેસાસ, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું

Back to top button