પાલનપુર: બાઇક ચોરીમાં થરાદના બે આરોપીઓ ઝડપાયા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બાઈક ચોરોની ઘટનાઓ બની રહી છે. આ દરમિયાન જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ થરાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓને ઝડપી લીધા
ત્યારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. ધોબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. બી. ભટ્ટ અને તેમના સ્ટાફને મળેલી બાતમીના આધારે થરાદ તાલુકા ના ઝેટા ગામના જગદીશભાઈ દરઘાભાઈ રાઠોડ અને નિલેશ રામાભાઈ રાઠોડને ઝડપી લીધા હતા.
જેમની પૂછપરછમાં તેમની પાસેથી ચોરીના ચાર બાઈક મળી આવ્યા હતા. જેની મુદ્દામાલની કુલ કિંમત રૂ. 80,000 થાય છે. આ અંગે બાઈક ચોરીની ફરિયાદ પણ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાઇ હતી. પોલીસે આ બાઈક ચોરીના બંને આરોપીઓને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કયા મોટર સાયકલ લેવાયા કબજે
1. હીરો હોન્ડા સ્પ્લેન્ડર : ચેસીસ નંબર 03144
2. હીરો હોન્ડા સ્પ્લેન્ડર : ચેસીસ નંબર 8 જીઈ 59163
3. હીરો હોન્ડા સ્પ્લેન્ડર : ચેસીસ નંબર : એમબીએલએચએ 10 એએલડી એચએફ 09340
4. હીરો હોન્ડા સ્પ્લેન્ડર : ચેસીસ નંબર : એમબીએલએચએ 10 ઈઈ8 એચએચ 16149
આ પણ વાંચો :પાલનપુર: મહિલાને બિભત્સ મેસેજ કરતા વડગામ તાલુકાના તલાટી સામે નોંધાઈ ફરિયાદ