રાશિ મુજબ આ શુભ ચીજોને ઘરમાં રાખોઃ ધનની સમસ્યાઓ ખતમ થશે
દરેક ગ્રહ અને રાશિ માટે એક વિશેષ બિંદુ હોય છે. આ બિંદુથી જ તે રાશિ અને ગ્રહ નિયંત્રિત થાય છે. તેને એ રાશિની ચાવી પણ કહી શકાય છે. જો એ રાશિની ચાવી કે મુખ્ય બિંદુ સંબંધિત વસ્તુઓને ઘરમાં રાખવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત થઇ શકે છે. દરેક મોરચે સફળતા મળી શકે છે. આ બધી સામાન્ય રીતે સાધારણ વસ્તુઓ જ હોય છે, પરંતુ જ્યારે રાશિ પ્રમાણે તે પાસે રાખવામાં આવે છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે.
રાશિ અનુસાર ઘરમાં રાખો આ વસ્તુઓ
મેષ રાશિઃ તાંબાની પ્રતિમા અને સિંદુર ભરેલો માટીનો દીપક
વૃષભ રાશિઃ દક્ષિણાવર્તી શંખ
મિથુન રાશિઃ કાચના પાત્રમાં ક્રિસ્ટલ
કર્ક રાશિઃ સીપ અને કોડીઓ
સિંહ રાશિઃ લાલ વસ્ત્ર કે લાલ વસ્ત્રમાં લપેટેલી સોપારી
કન્યા રાશિઃ શિવલિંગ
તુલા રાશિઃ શ્રીયંત્ર
વૃશ્ચિક રાશિઃ શીશી કે કાચમાં ભરેલુ ગંગાજળ
ધન રાશિઃ ગોમતી ચક્ર કે પંચમુખી રુદ્રાક્ષ
મકર રાશિઃ ઘોડાની નાળ
કુંભ રાશિઃ સફેદ પત્થરની મુર્તિ
મીન રાશિઃ સમુદ્રી મીઠુ
આ બાબતોનું પણ ધ્યાન રાખો
કેટલીક વસ્તુઓ એવી છે જે કોઇ પણ રાશિ વાળા સ્પેશિયલ પર્પઝથી રાખી શકે છે.
સારી હેલ્થ માટેઃ શંખ અને શીશાથી ભરેલુ જળ
ધન અને આર્થિક લાભ માટેઃ શ્રીયંત્ર
એકાગ્રતા માટેઃ પીળા કે લીલા રંગનો ક્રિસ્ટલ પિરામિડ
સંતાન પ્રાપ્તિ માટેઃ વાંસળી કે બાલકૃષ્ણની મુર્તિ
ઘરમાં સુખ શાંતિ માટેઃ રુમના દરેક ખુણામાં કાચની નાની નાની પ્યાલી કે બાઉલમાં મીઠુ રાખો
આ નિયમો પણ પાળો
આ બધી વસ્તુઓને ઘરમાં સવારના સમયે મુકવી. તે પહેલા તેને દુધ કે જળથી શુદ્ધ કરી લેવી જોઇએ. વારંવાર તેનું સ્થઆન બદલવું યોગ્ય નથી. તેથી તેને યોગ્ય સ્થાન પર જ રાખવી જોઇએ. પુજા કે ધનના સ્થાન પર જ તેને રાખો. બેડરૂમમાં કાચની વસ્તુઓ કે શંખ ન રાખો. પુનમ કે અમાસના દિવસે વસ્તુઓની સાફ સફાઇ અને પુજન ખાસ કરો. વિશેષ પરિસ્થિતિઓમાં તેને ઉપયોગમાં પણ લઇ શકાય.
આ ઉપાય પણ આપશે સારા પરિણામ
ઘરની સફાઇમાં મીઠાનો પ્રયોગ કરો. ઘરના દરેક રુમમાં સવારે શંખ વગાડો. ભાત બનાવતી વખતે તેમાં ઇલાઇચી અથવા તુલસી પત્તા નાખો. અગરબત્તી કે સુગંધિત પદાર્થનો પ્રયોગ રુમના દરેક ખુણામાં કરો.
આ પણ વાંચોઃ વસંતપંચમી વિદ્યાર્થીઓ માટે હોય છે ખાસઃ રાશિ પ્રમાણે કરો પૂજા