ગોલ્ડન કટાર દ્વારા NCC કેડેટ્સ માટે આર્મી એટેચમેન્ડ કેમ્પનું આયોજન
ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલય સાથે સંકલન કરીને NCC કેડેટ્સની તાલીમના અભ્યાસક્રમના ભાગરૂપે આર્મી એટેચમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં 17 ANO ને 842 કેડેટ્સને તાલીમ આપવામાં આવી હતી.
NCCમાં અભ્યાસને વધુ સર્વાંગી અને કૌશલ્યલક્ષી બનાવવાનો છે જેથી તબક્કાવાર કારકિર્દીની સંભાવનાઓ સુલભ કરાવી શકાય. ચોક્કસપણે, આ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી, વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઇન્ટ્સ આપવામાં આવશે જેનાથી તેઓ પોતાની સંબંધિત પદવી માટે ક્વૉલિફાઇ થઇ શકશે.
આ તાલીમ “સૈન્ય – જીવનની રીત” પર આધારિત હતી જ્યાં સિનિયર ડિવિઝન, NCCના કેડેટ્સને શાંતિ દરમિયાન સૈન્ય સ્થાપત્યો, યુનિટના નિયમિત કામકાજો અને યુદ્ધ દરમિયાન તેમની ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમાં યુવા કેડેટ્સમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનના સમૃદ્ધ ઇતિહાસ પ્રત્યે કેડેટ્સને અવગત કરવાનું પણ સામેલ હતું. તેમણે ફાયરિંગ અને અવરોધ કોર્સ નેગોસિએશન સહિતની વિવિધ તાલીમ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આર્મી યુનિટમાં તાલીમ અને એટેચમેન્ટની આ કલ્પનાથી કેડેટ્સ સંરક્ષણ દળોમાં જોડાવા અને અલગ રીતે રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હી સ્થિત નેશનલ કેડેટ્સ કોરના મહા નિદેશાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના પ્રતિભાવરૂપે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા 15 એપ્રિલ 2020ના રોજ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર લખીને NCCને સામાન્ય પસંદગી ક્રેડિટ અભ્યાસક્રમ (GECC) તરીકે સમાવવાનું જણાવવામાં આવ્યું હતું.