ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના નામ અંગે છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. જેના પર આખે અંતિમ મોહર લાગી છે. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુંક થઈ છે. હાલમાં રાજકુમાર રાજ્યના ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ રાજકુમાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
ખાસ વાત છેકે, રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજકુમાર 31 જાન્યુઆરીએ વય નિવૃત્ત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં તેમના સ્થાન પર હવે રાજકુમારની નિમણુંક કરવામાં આવી છે. છેલ્લા ઘણાં સમયથી તેમના નામની ચર્ચા થઈ રહી હતી. જો કે G-20ના પગલે પંકજકુમારને એક્સટેન્શન મળે તેવી પણ અટકળો હતી પરંતુ આજે અંતે પૂર્ણ વિરામ લાગી ગયો છે.
કોણ છે રાજ કુમાર
રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે. તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાયે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
આ પણ વાંચો : ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ, તો 12 અધિકારીઓને પોલીસ મેડલ
રાજ્ય સરકારના મુખ્ય સચિવની રેસમાં કેન્દ્રમાં રહેલા એસ. અપર્ણા, બી.બી સ્વેન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ પણ ચર્ચામાં હતા, પરંતુ અંતિમ પસંદગી રાજ કુમારની થઈ છે.