સ્પોર્ટસ

શુભમન ગિલ : સદી ફટકારાયા બાદ ગીલનું મોટું નિવેદન, કોચે દ્રવિડને કહ્યું – પપ્પા ખુશ નહીં થાય !

Text To Speech

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં બે શાનદાર સદી ફટકારી હતી. તેણે શ્રેણીમાં કુલ 360 રન બનાવ્યા અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો. તેના કારણે જ ટીમ ઈન્ડિયા વિજયી બનવામાં સફળ રહી હતી. આ સાથે જ શુભમન ગીલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. મેચ બાદ તેણે કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી અને મોટું નિવેદન આપ્યું.

આ પણ વાંચો : ભારતીય સેના જવાન પણ હવે ‘સુપર મેન’ની માફક ઉડી શકશે, હવે આવશે જેક પેક સૂટ, શું છે તેની વિશેષતા

ગિલે આ નિવેદન આપ્યું હતું

ઈન્દોર વનડેમાં સદી ફટકાર્યા બાદ શુભમન ગિલે કહ્યું, ‘મને નથી લાગતું કે પિતા બહુ ખુશ હશે. તે મને ચોક્કસ કહેશે કે સદી પછી મારે મોટી ઇનિંગ્સ રમવી જોઈતી હતી.આ સાંભળીને રાહુલ દ્રવિડે હસતાં કહ્યું કે તારા પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું ઘણું મુશ્કેલ છે.

રોહિત-વિરાટ પાસેથી આ પાઠ લો

કોચ રાહુલ દ્રવિડે શુભમન ગિલને કહ્યું, ‘તમને ODI ક્રિકેટમાં બે મોટા ખેલાડીઓ સાથે રમવાની તક મળી રહી છે. જ્યારે રોહિત શર્મા આઉટ થાય છે, ત્યારે તમે વિરાટ કોહલી સાથે રમવા આવો છો. આવી સ્થિતિમાં તમારે તેની વિચારસરણી અને રમવાની રીતથી શીખતા રહેવું જોઈએ. આ અંગે ગિલે કહ્યું કે, રોહિત-વિરાટ સાથે રમવું મારા માટે ખાસ છે. હું આ બે ખેલાડીઓને રમતા જોઈને મોટો થયો છું. હું તેમની પાસેથી શીખવાનો પ્રયત્ન કરું છું.

શુભમન ગીલ - Humdekhengenews

શુભમન ગીલે પોતાની તાકાત બતાવી

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે શાનદાર રમત બતાવી હતી. તેણે છેલ્લી 6 વનડેમાં 3 સદી ફટકારી છે. તે રોહિત શર્માનો નવો ઓપનિંગ પાર્ટનર બન્યો છે અને ODI વર્લ્ડ કપ 2023માં રમવાનો પ્રબળ દાવેદાર છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.

Back to top button