તો શું ‘પઠાણ’ રિલિઝ થવાની સાથે જ લિક થઈ ગઈ ? શાહરૂખ ખાનને મોટું નુકસાન!
આજે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થઈ છે. જેના અંગે સોશિયલ મીડિયા પર પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘પઠાણ’ ભારતમાં 5200 સ્ક્રીનિંગ કરી રહી છે. આ સ્ક્રીનિંગ તમિલ અને તેલુગુ વર્ઝન સાથે મળીને છે. તે જ સમયે, તેને સમગ્ર વિશ્વમાં 2500 સ્ક્રીનીંગ મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ ભાષાઓમાં 7700 સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાનની પઠાણ જોઈ શકાશે.
આ પણ વાંચો : શું બજરંગ દળના પ્રદેશ મંત્રીના એક નિવેદનથી ‘પઠાણ’નો બિઝનેસ વધશે ? તમે પણ જાણી લો કારણ
આ વચ્ચે ‘પઠાણ’ ફિલ્મના પાયરસી અંગે પણ મેકર્સની ચિંતા વધી છે. જેને રોકવા માટે મેકર્સે દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મને લીક ન કરે અને કોઈપણ પ્રકારના સ્પોઇલર્સ કે વીડિયો શેર ન કરે. આ સિવાય તેમણે પોતાનું ઈમેલ આઈડી જાહેર કર્યું છે, જેના પર લોકોને પાઈરેસીની ફરિયાદો આપવા માટે કહેવામાં આવ્યું છે.
#Pathaan is here with a very important message for all of you.
Enjoy the BIGGEST action spectacle only on a big screen near you and avoid giving out any spoilers of the film. Report any kind of piracy to us on [email protected] pic.twitter.com/L7hOAjaL0O— Yash Raj Films (@yrf) January 24, 2023
‘પઠાણ’ની પાયરસી રોકવા માટે તેના મેકર્સે કડક પગલું ભર્યું છે. મેકર્સે દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મને લીક ન કરે અને કોઈપણ પ્રકારના સ્પોઇલર્સ કે વીડિયો શેર ન કરે. આ સિવાય તેમણે પોતાનું ઈમેલ આઈડી જાહેર કર્યું છે, જેના પર લોકોને પાઈરેસીની ફરિયાદો આપવા માટે કહેવામાં આવ્યું છે.આ વચ્ચે એક રિપોર્ટ અનુસાર, Tamilrokers, Filmy4wap, filmyzilla, Mp4movie, pagalworld, અને Vegamovie જેવી વેબસાઇટ પર ‘પઠાણ’ ‘કેમરિપ’ અને ‘પ્રી-ડીવીડી રિપ’ના નામથી આવી ગઈ છે.
શાહરૂખ ખાનની પઠાણ એડવાન્સ બુકિંગમાં 5.56 લાખ ટિકિટ વેચનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. આ ટિકિટો માત્ર પીવીઆર, આઈનોક્સ, સિનેપોલિસ જેવા નેશનલ ચેઈન મલ્ટિપ્લેક્સ માટે છે. જોકે, હિન્દી ડબ વર્ઝનમાં ‘બાહુબલી 2’ ટોપ પર છે. ‘બાહુબલી 2’ના એડવાન્સ બુકિંગમાં 6.50 લાખનું વેચાણ થયું હતું. જ્યારે ‘KGF 2’ માટે 5.15 લાખ એડવાન્સ ટિકિટ બુકિંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘પઠાણ’ના રીલીઝની સાથે પોલીસનો કાફલો તેનાત