ભાજપ પ્રદેશમાં સી.આર.પાટીલ અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ધારાસભ્યો પ્રધાનો સંગઠનના હોદ્દેદારો સાથે પંડિત દિન દયાળ હોલ ખાતે બેઠક કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં 156 બેઠકથી બહુમતી સાથે જીત બદલ કાર્યકરો હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખોનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગરમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રત્નાકરજી ધારાસભ્યો સાથે પ્રેસિડેન્ટ હોટલ ખાતે બેઠક યોજી હતી. બેઠકમાં લોકસભાની ચૂંટણી તેમજ સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે, જાણો કયા રહેશે કોલ્ડવેવ
બેઠક દરમિયાન આગામી રોડ મેપ તૈયાર કરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ કારોબારી બેઠક સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગર ખાતે આયોજીત કરી હતી. આ કારોબારીની બેઠકમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટેનું આગોતરું આયોજન કર્યું હતું. બેઠક દરમિયાન આગામી રોડ મેપ તૈયાર કરાયો હતો. 26 લોકસભા બેઠક અંગે વિપક્ષની ડિપોઝીટ ડુલ કરવા માટેનું લક્ષ્યાંક મુક્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ધોરણ 10ની પ્રિ-બોર્ડ એક્ઝામ આ તારીખથી થશે શરૂ
ઉમેદવારની ડિપોઝીટ પણ ડુલ થાય તેવું કરવાનું
સી.આર પાટીલ દ્વારા કાર્યકરોને ટાસ્ટ આપતા જણાવવામાં આવ્યું કે, આપણે તમામ 26 લોકસભા સીટો જીતવાની સાથે સાથે સામેના ઉમેદવારની ડિપોઝીટ પણ ડુલ થાય તેવું કરવાનું છે. પ્રદેશ અધ્યક્ષે ડેટા મેનેજમેન્ટ અને ડેટા માઇનિંગ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. કઇ રીતે ડેટાનો સદુપયોગ કરી શકાય તે અંગે માહિતી આપી હતી. ડેટાનો સદુપયોગ કરીને લોકસભામાં ભાજપની સામે ઉભેલા તમામ ઉમેદવારો માત્ર હારવા નહી પરંતુ તેમની ડિપોઝીટ પણ જપ્ત થાય તેની જવાબદારી તમામ કાર્યકર્તાઓની રહેશે તેવો ટાસ્ક આપ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: કડકડતી ઠંડીમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો, મોતનો આંકડો જાણી રહેશો દંગ
લોકસભા માટે કાર્યકરોને અત્યારથી જ જવાબદારી આપી
સી.આર.પાટીલે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 વિધાનસભા પૈકી 156 બેઠકો કબ્જે કરીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. જેના પગલે હવે ભાજપની તમામ લોકસભા સીટો પર જીત નિશ્ચિત માનવામાં આવે છે. જો કે ભાજપે હવે સરળ જીત પસંદ નથી. ભાજપે આ વખતે એક મોટુ લક્ષ્યાંક મુક્યું છે. જે જીત કરતા વધારે અઘરૂ પણ એટલું જ ઐતિહાસિક છે.