ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમનું યોજાયું રિહર્સલ

Text To Speech
  • જિલ્લાના પ્રભારી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તિરંગો ફરકાવશે

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં 74 મા પ્રજાસતાક દિનની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. જિલ્લાકક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણી ડીસાના ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે . જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. જેમની અધ્યક્ષતામાં ધ્વજવંદન, સાંસ્કૃતિક અને દેશભક્તિ સહિતના કાર્યક્રમો સાથે પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવશે.

પાલનપુર-humdekhengenews

પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તંત્ર સજ્જ બન્યું છે ત્યારે તા. 24 જાન્યુઆરીના રોજ ડીસાના ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે સવારે – 9:00 કલાકે જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ યોજાયું હતું.

પાલનપુર-humdekhengenews

જેમાં જિલ્લાના પોલીસ જવાનો દ્વારા સંગીતના તાલે પરેડ યોજવામાં આવી હતી જેનું કલેક્ટર આનંદ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા કર્મચારીગણ જોડાયા હતા.

પાલનપુર-humdekhengenews

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જિલ્લાની જાહેર જનતાને ઉત્સાહભેર બહોળી સંખ્યામાં જોડાવા બનાસકાંઠા જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : પાલનપુર: સરહદી ગામ લોદ્રાણીના રણમાં પહોંચ્યા નર્મદાના નીર, ચાતક નજરે પાણીની રાહ જોતા ખેડૂતોની આશા ફળી

Back to top button