શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં વિવિધ ભોજન કેન્દ્રો શરૂ કરાશે
શ્રમિક અન્નપૂર્ણા થકી બાંધકામ શ્રમિકોને માત્ર રૂપિયા 5/- માં પૌષ્ટિક ભોજન આપવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે કેટલાય શ્રમિકોને તેનો લાભ મોટા પ્રમાણમાં મળશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. 27 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. 5/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેમ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-અમદાવાદની યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : શ્રદ્ધા હત્યા કેસમાં 75 દિવસ બાદ 6,636 પાનાની ચાર્જશીટ દાખલ, પરંતુ આફતાબે વકીલને બતાવવાની ના પાડી, શું છે નવું રહસ્ય !
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર તા. 27 જાન્યુઆરીના રોજ રામનગર કડિયાનાકા-સુરત, તા. 28 જાન્યુઆરીના રોજ રૈયા ચોક કડિયાનાકા-રાજકોટ, તા. 29 જાન્યુઆરીના રોજ ઝંડા ચોક કડિયાનાકા-વાપી, તા. 29 જાન્યુઆરીના રોજ શહીદ ચોક કડિયાનાકા-નવસારી તેમજ તા. 30 જાન્યુઆરીના રોજ મહેસાણાના પરા ટાવર કડિયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.