અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

મહેસાણાના લાભાર્થી સાથે પ્રધાનમંત્રીએ કર્યો સંવાદ

Text To Speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૮ વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આયોજીત ‘ગરીબ કલ્યાણ સંમેલનમાં’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. વડાપ્રધાને ગુજરાત સહિત દેશભરના લાભાર્થી- નાગરિકો સાથે સંવાદ કર્યો હતો જે અંતર્ગત મહેસાણા શહેરમાં સોમેશ્વર બંગ્લોઝમાં રહેતા અને સુરભિ મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા લાભાર્થી અરવિંદ પટેલ સાથે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મિનિટ સુધી સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રી મુદ્રા યોજના અન્વયે અરવિંદભાઇએ રૂપિયા 7 લાખ 20 હજારની લોન મેળવી છે. આ લોનથી તેઓના વ્યવસાયમાં વધારો થઇ તેઓ પહેલા આઠ લોકોને રોજગારી આપતા હતા હાલમાં તેઓ બાર લોકોને રોજગારી આપી રહ્યા છે

પ્રધાનમંત્રીએ અરવિંદભાઇ સાથે સંવાદમાં અરવિંદભાઇના વ્યવસાય બાબતે પુચ્છા કરી હતી તેઓએ આ યોજનાથી અરવિંદ ભાઈના જીવનમાં આવેલ પરીવર્તન બાબતે પણ પુચ્છા કરી હતી.અરવિંદભાઇ એ મહેસાણા જિલ્લાના વતની અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે વાતચીત માટે મળેલી તક અંગે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ અરવિંદભાઇને તેમની સાથે કાર્યરત કર્મચારીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાતં પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીએ ખેલ મહાકુંભમાં મહેસાણા જિલ્લાની ભાવિના પટેલે ઓલિમ્પિકમાં રાષ્ટ્રને નામના અપાવી તેની પણ વાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે અરવિંદ પટેલને માત્ર આઠ જ દિવસમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લોન મળી હતી જેનાથી તેઓના વ્યવસાયને આજે વિસ્તાર કરી શક્યા છે. તેઓને લોન માટે ગીરવે કોઇ પણ વસ્તુ કે બાબત રાખવી પડતી ન હતી.આ યોજના થકી કામના વિસ્તારથી હાલમાં તેઓને ઓર્ડર પુરતા પ્રમાણમાં મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના લાભાર્થી અરવિંદભાઇ પટેલે વિવિધ યોજનાઓનો લાભ માટે પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓ પ્રધાનમંત્રીના સીધા સંવાદથી પ્રભાવિત થયા હતા.

Back to top button