Forever Young રહેવુ હોય તો આ વસ્તુઓથી Distance રાખજો
એવી કઇ વ્યક્તિ હશે જે જીંદગીભર યુવાન દેખાવા નહીં ઇચ્છતી હોય. દરેક વ્યક્તિ યંગ જ રહેવા ઇચ્છે છે, પરંતુ સાચી વાત એ છે કે 30 વર્ષની ઉંમર બાદ તમારા શરીરમાં કેટલાક બદલાવો આવી જ જાય છે. તેથી જ 30 વર્ષની ઉંમર પછી ખાણીપીણીમાં અને લાઇફસ્ટાઇલમાં કેટલાક પરિવર્તનો લાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી વધતી ઉંમર આપણું કંઇ ન બગાડી શકે. એવી કેટલીક વસ્તુઓ છે જે તમારા ચહેરા પર ઉંમર વધારવાનું કામ કરે છે. તો જો તમે હંમેશા યંગ રહેવા ઇચ્છતા હો તો આ ફુડથી થોડુ અંતર જરૂર રાખજો.
ફ્લેવર્ડ દહીં અને યોગર્ટ
આપણે એ તો જાણીએ છીએ કે ગળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી આરોગ્યને નુકશાન થાય છે, આ સાંભળીને આપણે મીઠી વસ્તુઓ જેમકે આઇસ્ક્રીમ, મીઠાઇ, કેન્ડી, કુકીઝ જેવી વસ્તુઓથી તો દુર જ રહીએ છીએ, પરંતુ એવી કેટલીક વસ્તુઓ આરોગી લઇએ છીએ જે નુકશાનકારક છે અને તે સુગરના સ્ત્રોત છે. બ્રેડ, કેચઅપ, ફ્લેવર્ડ યોગર્ટ જેવી વસ્તુઓ ખાઇને આપણે વિચારીએ છીએ કે આપણે ગળ્યુ કંઇ ખાતા નથી. તો આજે જાણી લો કે આ બધી વસ્તુઓમાં જરૂરિયાત કરતા વધુ સુગર હોય છે.
કેન્ડ સુપ (ડબ્બામાં બંધ સુપ)
કોઇ પણ વ્યક્તિ માટે દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠુ હાનિકારક હોય છે. દરેક વ્યક્તિએ આખા દિવસમાં 2300 ગ્રામથી ઓછા સોડિયમનું સેવન કરવુ જોઇએ. જ્યારે હેલ્ધી હોવાનો દાવો કરનારી વ્યક્તિએ કેન્ડ સુપનું સેવન કદાપિ ન કરવુ જોઇએ. તેના એક સર્વિંગમાં તમારી અંદર આખા દિવસનું 40 ટકા સોડિયમ ચાલ્યુ જાય છે. કેન્ડ સુપના બદલે ઘરમાં તાજુ સુપ બનાવીને પીવો.
કોલ્ડ ડ્રિંક્સ
જો તમે પેરેન્ટ્સ બનવાની તૈયારી કરી રહ્યા હોય તો કોલ્ડડ્રિંક્સ તમારા પરિવારનું કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. આ ડ્રિંક્સમાં કેન્સર પેદા કરનારા રંગનો ઉપયોગ થયો હોય છે. તે શરીરમાં વધુ માત્રામાં સુગર પહોંચાડે છે. ખાંડ મહિલાઓમાં ઓવ્યુલેશનને પ્રભાવિત કરે છે અને પુરૂષોના શુક્રાણુઓ પર પણ ખરાબ અસર કરે છે. તેનાથી ગર્ભધારણમાં મુશ્કેલી ઉભી થાય છે.
કોકટેલ અને બિયર
ઉંમરની સાથે આપણુ શરીર દારૂને પચાવવા માટે નબળુ હોય છે. તેથી આપણે ઉંમર વધવાની સાથે દારૂથી દુર જ રહેવુ જોઇએ. તમારે એ વાત સ્વીકારવી જ રહી કે તમે 20થી 30ની ઉંમરે જે કામ કરી શકતા હતા તે 30 ની ઉંમર પછી કરી શકતા નથી.
વ્હાઇટ બ્રેડ
બ્રેકફાસ્ટમાં વ્હાઇટ બ્રેડનું સેવન સામાન્ય ગણાય છે, પરંતુ જો નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો તે વજન વધારે છે. તેમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેડની માત્રા વધુ હોય છે, તે શરીરમાં ફેટ વધારે છે. વ્હાઇટ બ્રેડ બ્લડ શુગરને પણ વધારે છે.
ચાઇનીઝ ફુડ
ચાઇનીઝ ફુડમાં ખુબ જ માત્રામાં સોડિયમ હોય છે. તે તમારી ત્વચાનો ભેજ છીનવી લે છે. જો તમારુ બ્લડ પ્રેશર વધુ હોય તો તમારે ચાઇનીઝ ફુડ ક્યારેય ન ખાવું જોઇએ. તેનાથી તમારી ત્વચા બેજાન અને સમય કરતા વહેલા વૃદ્ધ દેખાઇ શકે છે.
આ પણ વાંચોઃ હૃદય રોગ ના કેસ બાળકોમાં વધ્યા, જાણો આંકડો