મનોરંજન

શું બજરંગ દળના પ્રદેશ મંત્રીના એક નિવેદનથી ‘પઠાણ’નો બિઝનેસ વધશે ? તમે પણ જાણી લો કારણ

4 વર્ષ બાદ બોલિવૂડના બાદશાહની કમબેક ફિલ્મ ‘પઠાણ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.પરંતુ ‘પઠાણ’ના ટ્રેલર પહેલા જ્યારે ‘બેશરમ રંગ’ ગીત રિલીઝ થયું ત્યારે એક સીનને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મમાં શાહરૂખની સામે ફીમેલ લીડની ભૂમિકા ભજવી રહેલી દીપિકા એક ગીતના સીનમાં ‘કેસરી’ રંગની બિકીની પહેરેલી જોવા મળી હતી. આ દ્રશ્ય ‘ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું’ ગણાવતા તેની ટીકા શરૂ થઈ હતી. ગીતને લઈને ઘણો વિવાદ થયો અને ઘણા નેતાઓ અને સંગઠનોએ પણ ‘પઠાણ’નો વિરોધ શરૂ કર્યો. આ મામલો ત્યાં સુધી પહોંચ્યો કે ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી.

Shah Rukh's 'Pathan'

હવે પઠાણના ચાહનારાઓ માટે સારા સમાચાર છે, કારણ કે અનેક શહેરોમાં ‘પઠાણ’ના વિરોધમાં આગળ રહેલું બજરંગ દળ હવે ગુજરાતમાં ‘પઠાણ’નો વિરોધ નહીં કરે. વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના પ્રદેશ મંત્રી અશોક રાવલે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેણે પોતાના નિવેદનમાં ‘પઠાણ’ ફિલ્મમાં ફેરફાર કરવા બદલ સેન્સર બોર્ડની પ્રશંસા કરી હતી. કારણ કે ‘બજરંગ દળના ફિલ્મ પઠાણના વિરોધ બાદ સેન્સર બોર્ડે ફિલ્મમાંથી અશ્લીલ ગીતો અને અભદ્ર શબ્દો હટાવી દીધા છે, જે બજરંગ દળ માટે સારા સમાચાર છે. આ ઉપરાંત અશોક રાવલે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે સફળ સંઘર્ષ કરનારા તમામ કાર્યકરો અને સમગ્ર હિન્દુ સમાજને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ પણ વાંચો : ‘આ મારો પુનર્જન્મ, ઇમરજન્સી’ માટે ગિરવે મુકી મારી બધી જ પ્રોપર્ટી’: કંગનાનો ખુલાસો

તેમણે વધુમાં કહ્યું, ‘તે સાથે જ, હું ફિલ્મ ઉદ્યોગના એક મહત્વપૂર્ણ સહભાગી તરીકે સેન્સર બોર્ડ, નિર્માતાઓ અને થિયેટર માલિકોને પણ વિનંતી કરું છું, જો તેઓ જ સમયસર ધર્મ, સંસ્કૃતિ અને દેશભક્તિને ધ્યાનમાં રાખીને ફિલ્મોને મંજૂરી આપે તો બજરંગદળ અને હિન્દુ સમાજને કોઈ વાંધો નથી.નિવેદન પૂરું કરતાં પહેલાં અશોક રાવલે કહ્યું,કે ‘અમે ફિલ્મ જોવી કે નહીં તે નક્કી કરવાનું ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો પર છોડીએ છીએ.’

આ પણ વાંચો : વિવાદો બાદ પણ પઠાણ ફિલ્મ કરી શકે છે ધૂમ કમાણી, એડવાન્સ બુકિંગના પહેલા દિવસે જ આટલી ટિકીટો વેચાઈ

‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેના માટે લોકો અગાઉથી ટિકિટ બુક કરાવી રહ્યા છે. પરંતુ રિલીઝના એક દિવસ પહેલાના અશોક રાવલના નિવેદનથી લોકો થિયેટરોમાં ‘પઠાણ’ જોવા માટે વધુ પ્રેરિત થશે. હવે જોવાનું એ રહેશે કે ‘પઠાણ’ બોક્સ ઓફીસ પર કેવી ધૂમ મચાવે છે.

Back to top button