ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના જીવને જોખમ ? પિતરાઈ ભાઈને ફોન પર મળી ધમકી

Text To Speech

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં ઘેરાયેલા છે. અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી પોતાને ચમત્કારી ગણાવતા હોવાનો ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ છે. તેની સામે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે, આ બધા વચ્ચે હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગને ફોન કરી ધમકી આપવામાં આવી છે. લોકેશ ગર્ગે મધ્યપ્રદેશના છતરપુરમાં ધમકીઓ મળવાની ફરિયાદ નોંધાવી છે. લોકેશ ગર્ગ ધીરેન્દ્ર શાસ્ત્રીનો પિતરાઈ ભાઈ છે.

Bageshwar Dham Dhirendra Shastri
Bageshwar Dham Dhirendra Shastri

’13મી માટે તૈયારી કરો’

મળતી માહિતી મુજબ અમર સિંહ નામના વ્યક્તિએ તેમને ફોન પર ધમકી આપી છે. એક અજાણ્યા વ્યક્તિએ લોકેશને ફોન પર કહ્યું કે, તારા પરિવારના સભ્યો 13મીની તૈયારીઓ કરી લે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. લોકેશ ગર્ગને ધમકી મળતા જ તેણે સીધો પોલીસનો સંપર્ક કર્યો અને એફઆઈઆર નોંધાવી છે. મધ્યપ્રદેશના છતરપુરની બમિથા પોલીસે આ મામલે કલમ 506 અને 507 હેઠળ એફઆઈઆર નોંધી છે.

વિવાદોમાં ઘેરાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથિત રીતે અંધશ્રદ્ધા ફેલાવવાના કારણે વિવાદમાં છે. આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની તર્જ પર નવો નારો આપ્યો છે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી હતી. સુભાષચંદ્ર બોઝે આપેલા સૂત્રનો ઉલ્લેખ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે- હું સૂત્ર આપું છું કે “તમે મને સાથ આપો તો અમે હિન્દુ રાષ્ટ્ર બનાવશું” આજે આપણે જાહેર કરીએ છીએ કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને ભાજપના સાંસદનું સમર્થન

યુપીના બસ્તીથી ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું છે. બીજેપી સાંસદે કહ્યું કે આખા દેશે ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપવું જોઈએ, તેઓ સનાતનનો પ્રચાર કરી રહ્યા છે. આ સાથે બીજેપી સાંસદે કહ્યું કે જેમને ધીરેન્દ્ર શાસ્ત્રીનો ચમત્કાર પસંદ નથી તેમણે તેમની પાસે ન જવું જોઈએ.

Back to top button