AMC દ્વારા પેપર કપ પછી હવે ચા પાર્સલ માટે વપરાતી પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ
અમદાવાદમાં સ્વચ્છતા અંગે તંત્ર ને ક્યાંક ભાન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પેપર કપ બંધ કરાવ્યા બાદ હવે ચા પાર્સલ કરવા માટે વપરાતી પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં ચા ની કીટલી પર 60 માઈક્રૉનથી ઓછી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે મ્યુ.કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 60 માઈક્રૉનથી ઓછી પ્લાસ્ટિક બેગનું ડીકંપોસ કરવું મુશ્કેલ છે અને તેનાથી પ્રદૂષણ પણ વધુ ફેલાતું હોવાની વાત કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતના નવા પોલીસવડા આ IPS બનશે!, ગાંધીનગર રહેવા પહોંચ્યા
અગાઉ પણ મ્યુ.કોર્પોરેશન દ્વારા પાન ના ગલ્લા પર વપરાતી ગુટખા ની પડીકીઓ અને ચા ના પેપર કપ અંગે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં અંદાજે 20 લાખ થી વધુ પેપર કપ રોડ પર ફેંકાતો હોવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો. જેના લીધે ડ્રેનેજ સિસ્ટમમાં ચોમાસામાં પાણીનો પ્રશ્ન ઊભો થતો હોય છે. એટલે મ્યુનસિપલ કોર્પોરેશન ના મત પ્રમાણે અમદાવાદમાં ડ્રેનેજ સિસ્ટમ સુધારવામાં પેપર કપ અને પ્લાસ્ટિકની 60 માઈક્રૉન થી ઓછી બેગ અને પાન મસાલા ની પડીકીઓ ને બંધ કરી દેવાથી આવતા ચોમાસામાં ડ્રેનેજ સિસ્ટમ સુધારી જશે અને કોઈ જગ્યાએ પાણી ભરવાનો પ્રશ્ન નહિ થાય.
આ પણ વાંચો : ગાંધીનગર : G-20 બેઠક અંતર્ગત B-20 બેઠકનો આજે અંતિમ દિવસ
અમદાવાદ મ્યુ.કોર્પોરેશને આ બાબતે કડક વલણ અપનાવતા હવે કોઈ પણ પાન ગલ્લા કે ચા ની કીટલી પર પડીકીઓ રોડ પર ફેંકી હશે કે પેપર કપ અને ચા ની પ્લાસ્ટિક બેગ નો વપરાશ થતો હશે તો તેમણે દુકાન કે ગલ્લા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે તેવી સ્પષ્ટતા સ્વચ્છતા અભિયાન ના અધિકારીઓએ કરી હતી.