રાજ્યના નવા પોલીસવડા બનવા ત્રણ IPSની યથાશક્તિ મથામણ શરૂ થઇ છે. જેમાં આશિષ ભાટિયા 31 જાન્યુઆરીએ વયનિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે IPS અતુલ કરવાલ ડીજીની રેસમાં તેમનું નામ મોખરે હોવાનું પણ સામે આવ્યુ છે. તેમજ આઇપીએસ અધિકારી બે દિવસ સુધી દિલ્હીમાં ધામા નાંખ્યા છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા આગામી 31 જાન્યુઆરી 2023ના રોજ વયનિવૃત થવાના છે ત્યારે રાજ્યના નવા DGP તરીકે કોણ આવશે તે મુદ્દે પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડયુ છે. આ વચ્ચે IPS અતુલ કરવાલ ડીજીની રેસમાં તેમનું નામ મોખરે હોવાનું પણ સામે આવ્યુ છે. અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરે પણ આ હોદ્દો મેળવવા એડી ચોટીનું જોર લગાવ્યુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાત: વ્યાજખોરીના દૂષણ સામે પોલીસ એક સાથે 29 સ્થળે લોક દરબાર યોજશે
અત્યારથી સામાન ગાંધીનગર ખાતે શીફટ કરવા લાગ્યા
થોડા સમય અગાઉ કમિટિ દ્વારા છ જેટલા આઇપીએસ અધિકારીનું નામ કેન્દ્રીય ગૃહ વિભાગને મોકલી આપ્યુ હતુ. જેમાં અતુલ કરવાલનું નામ મોખરે હતુ. અત્યારે ચાલી રહેલી ચર્ચા મુજબ, રાજ્ય પોલીસ વડા બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજ્ય શ્રીવાસ્તવ અને સુરત CP અજય તોમર પણ જોર લગાવી રહ્યા છે. એક માહિતી મુજબ, અતુલ કરવાલનું નામ ડીજી તરીકે નક્કી થવાનું હોવાથી તેઓએ અત્યારથી સામાન ગાંધીનગર ખાતે શીફટ કરવા લાગ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીમાં આગામી ચૂંટણી માટે સી.આર.પાટિલે બનાવ્યો માસ્ટર પ્લાન
આઇપીએસ અધિકારી બે દિવસ સુધી દિલ્હીમાં ધામા નાંખ્યા
સંજ્ય શ્રીવાસ્તવ પણ સંઘની મદદ લઇને ડીજી બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે અજય તોમર સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ભલામણ કરીને ડીજીની તાજપોશી પોતાના નામે કરવા માટે દોડધામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, એક આઇપીએસ અધિકારી બે દિવસ સુધી દિલ્હીમાં ધામા નાંખ્યા હતા પરંતુ ત્યાં કોઇ ન મળતા તે લીલા તોરણે રાજ્યમાં પરત આવી ગયા હતા.