IND vs NZ: આવતીકાલે ઈન્દોરમાં ત્રીજી અને ફાઈનલ વન-ડે
ત્રણ મેચની ODI સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવ્યા બાદ, ભારત ત્રીજી અને અંતિમ મેચ માટે તેમની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો કરવાનું વિચારી શકે છે. ભારત આવતીકાલે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે 3-0થી ક્લીન સ્વીપ કરવા માટે જોઈશે.
બીજી તરફ, ન્યૂઝીલેન્ડ પાસે ઈન્દોરમાં પોતાની ઈજ્જત બચાવવાની એક છેલ્લી તક હશે અને એક જીત મળવાથી ભારત સામેની ત્રણ T20I પહેલા ન્યૂઝીલેન્ડનો આત્મવિશ્વાસ વધી શકે છે, જ્યાં મિચેલ સેન્ટનર ટીમનું નેતૃત્વ કરશે.
ODI વર્લ્ડ કપ વર્ષમાં બોલરોના વર્કલોડને મેનેજ કરવા માટે ભારત બોલિંગ વિભાગમાં કેટલાક ફેરફારો કરી શકે છે. રાયપુરમાં ભારતની આઠ વિકેટની જીતના હીરો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ઈન્દોરમાં બ્રેક આપવામાં આવી શકે છે. શમી અને સિરાજ બંને 9 ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોમાં મહત્વની ભૂમિકા ભજવશે.
શુભમન ગિલ અને રોહિત શર્મા સારો સ્કોર બનાવી શકે છે. વિરાટ કોહલી પણ સારો ફોર્મમાં છે જ્યારે ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ સારુ પ્રદર્શન કરી શકે છે. જો ઈન્દોર ODIમાં કોઈ ફેરફાર થાય તો રજત પાટીદાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે.
ન્યૂઝીલેન્ડ પણ ભારત સામે તેની પ્રથમ જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે. બેટિંગ લાઇન-અપ, ખાસ કરીને ટોપ ઓર્ડર, ઇન્દોરમાં મોટા પાયે રન બનાવવા પડશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી/રજત પાટીદાર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત/ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડ સંભવિત પ્લેઈંગ ઈલેવન
ફિન એલન, ડ્વેન કોનવે, હેનરી નિકોલ્સ/માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, ડગ બ્રેસવેલ