ટ્રેન્ડિંગમનોરંજન

અથિયા-રાહુલ લગ્નના બંધનમાં બંધાયાઃ સુનીલ શેટ્ટીએ મીઠાઇ વહેંચી, સૌનો આભાર માન્યો

Text To Speech

અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલ હંમેશા માટે એક થઇ ગયા છે. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં યોજાયા હતા. લગ્નની વિધિ પુરી થઇ ગઇ છે. કેએલ રાહુલ અને તેના ફેમિલીના નજીકના લોકો રેડિશન હોટલમાં રોકાયા હતા. કેએલ રાહુલની જાન હોટલમાંથી નીકળી સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર પહોંચી હતી. અહીં લગ્નની વિધિ સંપન્ન થઇ ચુકી છે. આ લગ્ન સંપુર્ણ રીતે પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. આ રોયલ વેડિંગમાં બોલિવુડ અને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીના સ્ટાર અને કપલ તેમજ અત્યંત નજીકના લોકો હાજર રહ્યા હતા.

અથિયા-રાહુલ લગ્નના બંધનમાં બંધાયાઃ સુનીલ શેટ્ટીએ મીઠાઇ વહેંચી, સૌનો આભાર માન્યો hum dekhenge news

સુનીલ શેટ્ટીએ મીઠાઇઓ વહેંચી

બોલિવુડ સ્ટાર અને નવવધુ અથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીનો પહેલો ફોટો સામે આવ્યો હતો. તે પુત્ર અહાન સાથે જોવા મળ્યા હતા. આ બંનેએ મીડિયાને મીઠાઇ વહેંચી અને પ્રાઇવસી જાળવવા બદલ તમામ લોકોનો આભાર માન્યો હતો.

અથિયા-રાહુલ લગ્નના બંધનમાં બંધાયાઃ સુનીલ શેટ્ટીએ મીઠાઇ વહેંચી, સૌનો આભાર માન્યો hum dekhenge news

મીડિયાના જમવાની પણ વ્યવસ્થા

સુનીલ શેટ્ટીના ઘરની બહાર હાજર મીડિયાના લોકોના જમવાની અને તેમના માટે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સુનીલ શેટ્ટી ઇચ્છે છે કે તેની પુત્રી અથિયા અને કેએલ રાહુલના લગ્ન કવર કરવા જેટલુ પણ મીડિયા ત્યાં પહોંચે તેનો સારી રીતે ખ્યાલ રાખવામાં આવે. સુનીલ શેટ્ટીએ મીડિયા માટે ટેન્ટ પણ લગાવ્યા હતા. ગઇ રાતે સંગીત સેરેમની બાદ સુનીલ શેટ્ટીએ મીડિયાને ચિકન બિરયાની ખવડાવી હતી.

આ પણ વાંચોઃ છટણીના માહોલમાં આ કંપનીએ બહાર પાડી 800 વેકેન્સીઃ જાણો CEOએ શું કહ્યુ?

Back to top button