આગામી માસમાં ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે આ વખતનું બજેટ ઐતિહાસિક બજેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું પ્રથમ સત્રમાં માર્ચ મહિનાના અંત સુધી બજેટ સત્ર ચાલશે અને બજેટમાં લાંબા સમયના આયોજન સાથે નવી જાહેરાતો થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે ત્યારે ગુજરાત વિધાનસભામાં 23 ફેબ્રુઆરીથી બજેટસત્રની શરૂઆત થશે. ત્યારે રાજ્યપાલના સંબોધનના બીજા દિવસી એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ ભૂપેન્દ્ર પટેલ ની નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, જગતના તાતને થશે લાભ
2022-23 ના બજેટની સરખામણીમાં આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને રાજ્ય સરકારની જીત જેવુ ઐતિહાસિક બજેટ હોઇ શકે છે. 2022-23 માં નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ એ રજૂ કરેલ પ્રથમ બજેટ રૂપિયા 2,43,965/- કરોડનું હતું. જે, તે સમય પ્રમાણે પણ ઐતિહાસિક હતું ત્યારે હવે નાવ વર્ષના બજેટનું કદ તેનાથી પણ વધુ રહશે તેવું માનવામાં આવી રહ્યું છે અને ગુજરાતની જનતા માટે લાભદાયી બજેટ હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.