રાજકોટઃ જામકંડોરણા ડાયરામાં થપ્પડકાંડ પર જયેશ રાદડિયા અને જયરાજસિંહ જાડેજાનો ખુલાસો, વિઘ્ન સંતોષી લોકોએ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ રજૂ કરી
રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં કથિત થપ્પડ કાંડની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પોસ્ટ મામલે આજે ધારાસભ્ય જયેશ રાદડિયા અને જયરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે.
નોંધનિય છે કે આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગોંડલ ધારાસભ્યના પુત્રએ જયેશ રાદડીયાના કાકાને ફડાકા માર્યા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ વાયરલ થયેલ પોસ્ટને લઈને જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયાએ વીડિયો જાહેર કરી સ્પષ્ટતા કરી છે.જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયાએ કરેલા ખુલાસામાં જાણવા મળી રહ્યું છે કે, ગૌશાળાના લાભાર્થે યોજાયેલ સપ્તાહમાં આવી કોઈ ઘટના બની ન હોવાના બંનેએ ખુલાસો કર્યો છે. વિઘ્ન સંતોષી લોકોએ સોશિયલ મિડીયામાં ખોટી પોસ્ટ રજૂ કરી હોવાનો બંને પરિવારે જણાવ્યું છે.
જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયા પરિવાર વચ્ચે બે બે પેઢીથી સંબંધો હોવાના બંને રાજકીય આગેવાનોએ જણાવ્યું છે. જેણા કારણે જયેશ રાદડીયા અને જયરાજસિંહ જાડેજાએ લોકોને ખોટા ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.