એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ગુજકેટની તારીખ થઈ જાહેર, 3 એપ્રિલે યોજાશે પરીક્ષા

Text To Speech

ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.  3 એપ્રિલે આ પરીક્ષા યોજાશે.  મહત્વનું છે કે જિલ્લા કક્ષાના કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.  ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજકેટ -2023ની પરીક્ષાની તારીખ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેના મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવશે મેળવવા માટે વર્ષ 2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટની પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે.

જુઓ સમગ્ર ટાઈમ ટેબલ

 


ગુજકેટની પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. ધોરણ 12 પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ કોઇને મળશે નહીં, જાણો શું છે કારણ

Back to top button