મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિકટના પારિવારિક સ્વજન વડીલના અવસાનના કારણે સોમવાર તારીખ 23 જાન્યુઆરી અને મંગળવાર તારીખ 24 જાન્યુઆરીએ ગાંધીનગરમાં જાહેર જનતા, ધારાસભ્યો, સાંસદો કે પદાધિકારીઓને મળી શકશે નહીં. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સાસુમાનુ દુઃખદ અવસાન થયુ છે. જેમાં મુખ્યમંત્રીના સાસુમા શાંતાબેનનું મોડી રાત્રે અવસાન થયુ છે.
પરિવારજનોની હાજરીમાં શાસ્ત્રોક વિધિથી સાદગીથી અંતિમ સંસ્કાર કરાયા
મુખ્યમંત્રીના સાસુમા શાંતાબેન ગાંધીનગરના મુખ્યમંત્રી નિવાસ્થાને સાથે રહેતા હતા. તેમજ મુખ્યમંત્રીના સાસુમા શાંતાબેન નારણભાઈ પટેલના સેક્ટર 30 સ્મશાન ગૃહખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તથા પરિવારજનોની હાજરીમાં શાસ્ત્રોક વિધિથી સાદગીથી અંતિમ સંસ્કાર કરાયા છે.
આ પણ વાંચો: ઓકલેન્ડના દરિયામાં નાહવા પડેલા અમદાવાદના બે યુવકો તણાયા
ભૂપેન્દ્રભાઈને દીકરાની જેમ રાખતા હતા
ભૂપેન્દ્રભાઇનાં પત્ની હેતલબેન તેમનાં માતા-પિતાનું એકનું એક સંતાન હોવાથી હેતલબેનના પિતાના અવસાન પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. છેલ્લાં 15 વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ 91 વર્ષનાં હોવા છતાં એકદમ સ્વસ્થ હતા અને ભૂપેન્દ્રભાઈને દીકરાની જેમ રાખતા હતા.