ગુજરાતટોપ ન્યૂઝ

ટેકનોસેવી કરચોરો પર તવાઇ, GST માટે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થપાશે

Text To Speech

GSTમાં ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થપાતા બોગસ રજિસ્ટ્રેશન બંધ થશે. તથા ડીજીજીઆઇ દ્વારા ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરાશે. તેમજ પાંચ ડિજીટલ ફોરેન્સિક લેબોરેટરી ઊભી કરાશે. અને ટેકનોસેવી કરચોરો તંત્રની વર્તમાન વ્યવસ્થાનો લાભ લઇને કરોડોની કરચોરી કરી રહ્યા છે ત્યારે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો હવામાન વિભાગે ઠંડી બાબતે શું કહ્યું

પાંચ ડિજીટલ ફોરેન્સિક લેબોરેટરી ઊભી કરાશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસની કરચોરી શોધવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા પાંચ ડિજીટલ ફોરેન્સિક લેબોરેટરી ઊભી કરાશે. વૈશ્વિક ધોરણે સીધા કરવેરા ક્ષેત્રે ડિજીટલ ફોરેન્સિક લેબોરેટરીની પ્રક્રિયા અમલી છે ત્યારે ભારત પણ હવે પરોક્ષ કરવેરાના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગળ આવશે. કરવેરા નિષ્ણાતે જણાવ્યું છે કે, ટેકનોસેવી કરચોરો તંત્રની વર્તમાન વ્યવસ્થાનો લાભ લઇને કરોડોની કરચોરી કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઠંડીથી બચવા માટે તાપણું કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન, દંપતીનો ભોગ લેવાયો

કરચોરોને શોધી શોધીને તેમની પાસેથી જીએસટીની પેનલ્ટી વસૂલાશે

હવે સીબીઆઇસી દ્વારા આવા ટેકનોસેવી કરચોરોને શોધી શોધીને તેમની પાસેથી જીએસટીની પેનલ્ટી સાથે વસૂલાત કરવાની દિશામાં આ લેબોરેટરી મહત્વની સાબિત થશે. સીબીઆઇસી દ્વારા દેશમાં પ્રારંભમાં પાંચ ડિજીટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થાપાશે. આ લેબોરેટરીમાં વિવિધ કેસો રજૂ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવશે. ડેટા એનાલિસિસ હાલના સમયમાં ઘણું જ મહત્વ ધરાવે છે. કરચોરી રોકવા અને કરચોરોને પકડવા આ સારી પહેલ છે. હાલમાં કરચોરો ખોટી રીતે લાભ લઇ રહ્યા છે, જેના લીધે સમય અને નાણાંનો વ્યય થાય છે. કારણકે, આવા કેસ આગળ જઇને બંધ થઇ જતાં હોય છે. ડિજીટલ લેબોરેટરીના પગલે માહિતીનું સચોટ સંકલન થશે અને ખોટો લાભ લેનારાઓને અટકાવી શકાશે.

Back to top button